હવે ડિગ્રી વગર પણ Elon Musk ની કંપનીમાં નોકરી મળશે, હજારો જગ્યાઓ માટે અરજીઓ મંગાવી

|

Apr 02, 2021 | 7:46 AM

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA)એ તાજેતરમાં ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. ELON MUSK ની કંપની ભારત ઉપરાંત કંપની વધુ દેશોમાં પોતાનો બિઝનેસ વધારવા માટે જોરશોરથી કામ કરી રહી છે.

હવે ડિગ્રી વગર પણ  Elon Musk ની કંપનીમાં નોકરી મળશે, હજારો જગ્યાઓ માટે અરજીઓ મંગાવી

Follow us on

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA)એ તાજેતરમાં ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. ELON MUSK ની કંપની ભારત ઉપરાંત કંપની વધુ દેશોમાં પોતાનો બિઝનેસ વધારવા માટે જોરશોરથી કામ કરી રહી છે. ટેસ્લા ધંધામાં વૃદ્ધિ માટે જોર લગાવી રહી છે ત્યારે કંપનીએ અમેરિકાના ટેક્સાસ સ્થિત તેની ગીગાફેક્ટરીમાં જબરદસ્ત વેકેન્સી કાઢી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ આ ફેક્ટરી માટે 10,000 નોકરી ઉભી કરી છે અને તેની વિશેષતા એ છે કે જેની પાસે કોલેજની ડિગ્રી નથી તે પણ અરજી કરી શકે છે. આ ઉપરાંત ગ્રેજ્યુએટ હાઇ સ્કૂલ પાસના ઉમેદવારો પણ આ માટે અરજી કરી શકે છે

કંપનીએ આ માટે ઓસ્ટિન કમ્યુનિટિ કોલેજ, હસ્ટન-ટિલોટ્સન યુનિવર્સિટી, ટેક્સાસ યુનિવર્સિટી અને ડેલ વેલે ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ સાથે ભાગીદારી કરી છે. ટેસ્લાના હાયરિંગ મેનેજરોમાંના એક ક્રિસ રેલેએ જણાવ્યું કે તે સ્થાનિક કોલેજો સાથે જે કામ કરી રહ્યા છે તે હેઠળ કંપની હાઇ સ્કૂલના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને તેમની કંપનીમાં જોડાવાની કારકીર્દિ શરૂ કરી શકે તેવા વિદ્યાર્થીઓને ભરતી કરવાની યોજના ધરાવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો આપણે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો કંપની ટેક્સાસમાં ગિગાફેક્ટરી માટે મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, આર્કિટેક્ચર, બાંધકામ અને ફેસિલિટી સહિતના અન્ય ઘણા હોદ્દા માટે અરજીઓ લઈ રહી છે. આ અંગે એલોન મસ્ક પણ એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, 2022 સુધીમાં અમને ટેકનોલોજીઓમાં ગીગાફેક્ટરી માટે 10,000 લોકોની જરૂર છે. આ સ્થાન એરપોર્ટથી માત્ર 5 મિનિટ, ડાઉનટાઉનથી 15 મિનિટ અને કોલોરાડો નદીથી જમણી બાજુએ આવેલું છે.

આપને જણાવી દઈએ કે ટેસ્લાની ગીગાફેક્ટરી કુલ ૪ થી ૫ મિલિયન ચોરસફૂટ ક્ષેત્રમાં ફેલાયેલી છે અને તેનો પ્રથમ તબક્કો આ વર્ષે મે સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે ત્યારબાદ વાહનોનું ઉત્પાદન શરૂ થશે. આ ફેક્ટરીમાં કંપની સાયબરટ્રકથી રોડસ્ટર સહિતના ઘણા વાહનોનું નિર્માણ કરશે. આ ઉપરાંત આ કારખાનામાં મોડેલ વાય કારનું નિર્માણ પણ કરવામાં આવશે.

Next Article