સરકારે PPF, NSC અને SCSS ના વ્યાજ દરો રાખ્યા યથાવત, જુલાઈ-સપ્ટેમ્બર માટે નવી યાદી જાહેર

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે પીપીએફ, એનએસસી અને સિનિયર સિટિઝન સ્કીમ જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સરકારે PPF, NSC અને SCSS ના વ્યાજ દરો રાખ્યા યથાવત, જુલાઈ-સપ્ટેમ્બર માટે નવી યાદી જાહેર
Image Credit source: TV9 Network
| Updated on: Jun 30, 2026 | 10:15 PM

જો તમે પણ તમારી કમાણી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે મંગળવાર, 30 જૂન 2026 ના રોજ સતત નવમી ત્રિમાસિક ગાળા માટે પીપીએફ (PPF), એનએસસી (NSC) અને કેવીપી (KVP) જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટર (1 જુલાઈ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી) માટે વ્યાજ દર બિલકુલ એવા જ રહેશે જેવા પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન 2026) હતા. બજારને આ વખતે દરોમાં સુધારાની આશા હતી, પરંતુ સુરક્ષિત રોકાણ પસંદ કરતા રોકાણકારોએ હાલમાં જૂના દરોથી જ સંતોષ માનવો પડશે.

હવે કઈ સ્કીમ પર કેટલું વ્યાજ મળી રહ્યું છે? જુલાઈથી સપ્ટેમ્બર 2026 ના ક્વાર્ટર માટે તમામ પ્રખ્યાત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વર્તમાન વ્યાજ દર નીચે મુજબ છે:

છેલ્લી વાર વ્યાજ દરો ક્યારે બદલાયા હતા?

નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં છેલ્લી વાર મોટો ફેરફાર નાણાકીય વર્ષ 2023-24 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2024 માં સરકારે માત્ર બે યોજનાઓમાં વધારો કર્યો હતો – જેમાં 3 વર્ષની ટાઈમ ડિપોઝિટનો દર 7% થી વધારીને 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) નો દર 8% થી વધારીને 8.2% કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે સતત 9 ક્વાર્ટરથી બાકીની તમામ યોજનાઓના વ્યાજ દર જેમ વતેમ જ બનેલા છે.

કેવી રીતે નક્કી થાય છે આ યોજનાઓના વ્યાજ દર?

શું તમે જાણો છો કે સરકાર આ સ્કીમ્સનું વ્યાજ કેવી રીતે નક્કી કરે છે? ખરેખર, સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દર માર્કેટ યીલ્ડ એટલે કે બજારના રિટર્ન સાથે જોડાયેલા હોય છે. નાણા મંત્રાલય આ માટે એક ખાસ ફોર્મ્યુલાનું પાલન કરે છે, જે સમાન પાકતી મુદત (મેચ્યોરિટી) ધરાવતા સરકારી બોન્ડ અથવા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ (G-Secs) ના રિટર્ન પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો ૫ વર્ષના સરકારી બોન્ડનું રિટર્ન વધે કે ઘટે છે, તો તે જ હિસાબે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી (FD) ના દર પણ નક્કી કરવામાં આવે છે.

જોકે, ભલે આ ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરોમાં કોઈ વધારો ન થયો હોય, પરંતુ બેંકોની સામાન્ય એફડીની સરખામણીમાં આજે પણ સુકન્યા સમૃદ્ધિ (8.2%), સિનિયર સિટિઝન સ્કીમ (8.2%) અને એનએસસી (7.7%) જેવી સરકારી યોજનાઓ સંપૂર્ણ સુરક્ષા સાથે શ્રેષ્ઠ રિટર્ન આપી રહી છે.

Digital Payments New Future: બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ થશે ઓનલાઈન પેમેન્ટ, જાણો શું છે આ નવી Credit Line સુવિધા

Follow Us