Nifty: G20 બાદ શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, સેન્સેક્સ 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો

|

Sep 11, 2023 | 4:18 PM

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ આજે 67000 પોઈન્ટને પાર બંધ થયો હતો. આજે ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 52 દિવસ બાદ 67000 પોઈન્ટને પાર કરી ગયો છે. 21 જુલાઈના રોજ સેન્સેક્સ 67190 પોઈન્ટ સાથે દિવસના ઉચ્ચ સ્તરે દેખાયો હતો.

Nifty: G20 બાદ શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, સેન્સેક્સ 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો
Nifty

Follow us on

સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં (Stock Market) નવો ઈતિહાસ રચાયો છે. નિફ્ટીએ (Nifty) પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો છે. બીજી તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 527 પોઈન્ટના વધારા સાથે 67000 પોઈન્ટની પાર બંધ થયો હતો. આ વધારાનું કારણ G20 સમિટમાં લેવાયેલા મહત્વના નિર્ણયો માનવામાં આવી રહ્યા છે.

બેન્કિંગ અને ઓટો શેરોમાં પણ ઉછાળો

જેમાં રેલ અને મેરીટાઇમ કોરિડોરને લઈને ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન અને ખાડી દેશો વચ્ચે થયેલી ડીલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેનું કારણ PSU શેર્સમાં વધારો માનવામાં આવે છે, ખાસ કરીને રેલવે સંબંધિત શેર. બીજી તરફ બેન્કિંગ અને ઓટો શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેક્સ 67000 ને પાર

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ આજે 67000 પોઈન્ટને પાર બંધ થયો હતો. આજે ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 52 દિવસ બાદ 67000 પોઈન્ટને પાર કરી ગયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

21 જુલાઈના રોજ સેન્સેક્સ 67190 પોઈન્ટ સાથે દિવસના ઉચ્ચ સ્તરે દેખાયો હતો. જો સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો સેન્સેક્સમાં લગભગ 2300 પોઈન્ટ એટલે કે 3.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. 31 ઓગસ્ટે સેન્સેક્સ 64,831 પોઈન્ટ પર બંધ થયો હતો.

નિફ્ટી રેકોર્ડ 20000 ને પાર

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 20000 પોઈન્ટને પાર કરી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી 20,008.15 પોઈન્ટની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ડેટા પર નજર કરીએ તો આજે નિફ્ટી 19,890 પોઈન્ટ પર ખુલ્યો હતો અને બજાર બંધ થયા બાદ તે 176.40 પોઈન્ટના ઉછાળા સાથે 19,996.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Stock Market Open: સેન્સેક્સમાં 336 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી 19900 પોઈન્ટની નજીક પહોંચ્યો

સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીમાં 3.85 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં 742.55 પોઈન્ટનો વધારો થયો છે. નિફ્ટીનું આ સ્તર છેલ્લે 20 જુલાઈએ જોવા મળ્યું હતું. તે સમયે નિફ્ટી 19,991.85 પોઈન્ટ સાથે લાઈફ ટાઈમ પર પહોંચી ગયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article