ઇંધણના ઊંચા ભાવ મામલે રાહતના સમાચાર: હવે પ્લાસ્ટિકમાંથી બનશે પેટ્રોલ – ડીઝલ, જાણો શું હશે 1 લીટરની કિંમત

|

Nov 11, 2021 | 8:39 AM

ઇંધણ બનાવવા માટે 200 કિલો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લાન્ટના નિર્માણ પછી આ પહેલો પ્લાન્ટ માનવામાં આવી રહ્યો છે જ્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલિયમ બનાવવામાં આવશે.

ઇંધણના ઊંચા ભાવ મામલે રાહતના સમાચાર: હવે પ્લાસ્ટિકમાંથી બનશે પેટ્રોલ - ડીઝલ, જાણો શું હશે 1  લીટરની કિંમત
Petrol-Diesel Price Today

Follow us on

Petrol Diesel from plastic waste: સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણી રાહત આપી છે છતાં તેલના મોંઘા ભાવે લોકોનું બજેટ બગાડ્યું છે. આપનો દેશ 80 ટકા ફ્યુલ માટે આયાત ઉપર નિર્ભર છે ત્યારે આ તેલનો વિકલ્પ જરૂરી છે. દેશમાં સમસ્યાનો બેવડો હલ કાઢવા પ્રયાસ હાથ ધરાયા છે. એક તરફ પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે તેવામાં દેશમાં એક એવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલ બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ કંપનીમાં 6 રૂપિયાનો પ્લાસ્ટિક વેસ્ટ નાખીને એક લીટર ઈંધણ બનાવી શકાય છે. આ પેટ્રોલ અને ડીઝલ 70 રૂપિયા સુધી વેચાશે. આ મશીન બિહારના મુઝફ્ફરપુરમાં લગાવવામાં આવી રહ્યું છે.

પ્લાસ્ટિક વેસ્ટર્ન નિકાલની સમસ્યા દૂર થશે
પ્લાસ્ટિકના કચરાને બળતણમાં ફેરવતો આ પ્લાન્ટ દરરોજ 130 લિટર પેટ્રોલ અથવા 150 લિટર ડીઝલ બનાવી શકે છે. ઇંધણ બનાવવા માટે 200 કિલો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લાન્ટના નિર્માણ પછી આ પહેલો પ્લાન્ટ માનવામાં આવી રહ્યો છે જ્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલિયમ બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કચરામાંથી પેટ્રોલ કેવી રીતે બને છે?
પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવવા માટે પહેલા કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં બ્યુટેન આઇસો-ઓક્ટેનમાં રૂપાંતરિત થશે. જે પછી અલગ અલગ દબાણ અને તાપમાન સાથે આઇસો ઓક્ટેન ડીઝલ અને પેટ્રોલમાં રૂપાંતરિત થાય છે. ડીઝલ 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પેટ્રોલ 800 ડિગ્રી તાપમાન પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ આઠ કલાકનો સમય લાગે છે. આ પ્લાન્ટ બિહારમાં બનાવવામાં આવ્યો છે.

એક્સાઈઝ ડયુટીમાં(Excise Duty) ઘટાડા સાથે સસ્તું થયું ઇંધણ
મોદી સરકારે(Modi Government) લોકોને દિવાળી ભેટ(Diwali Gift) આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં(Excise Duty) ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના(Petrol Diesel) ભાવમાં ઘટાડો થયો છે. સરકારે આજે 04 નવેમ્બરથી એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું

આ પણ વાંચો : Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

Next Article