કર્મચારીઓ માટે રાહતના સમાચાર : UAN ને Aadhaar સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

|

Sep 12, 2021 | 8:31 AM

સામાજિક સુરક્ષા કોડની કલમ 142 હેઠળ PF ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમારું આધાર તમારા UAN સાથે જોડાયેલ નથી તો તમારા એમ્પ્લોયર તમારા EPF ખાતામાં માસિક PF યોગદાન જમા કરી શકશે નહીં.

સમાચાર સાંભળો
કર્મચારીઓ માટે રાહતના સમાચાર :  UAN ને Aadhaar સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
Aadhaar

Follow us on

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFO એ ઉત્તર-પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દીધી છે. EPFO ​​એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર નંબર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર, 2021 હતી.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

સામાજિક સુરક્ષા કોડની કલમ 142 હેઠળ PF ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમારું આધાર તમારા UAN સાથે જોડાયેલ નથી તો તમારા એમ્પ્લોયર તમારા EPF ખાતામાં માસિક PF યોગદાન જમા કરી શકશે નહીં. ઉપરાંત જ્યાં સુધી લિંકિંગ ન થાય ત્યાં સુધી તમે તમારા EPF ફંડમાંથી લોન કે ઉપાડ કરી શકશો નહીં.

આધાર લિંકિંગ કોઈપણ ઉપાડ માટે ફરજિયાત હોવાથી આધાર સાથે જોડાયેલ UAN માં યોગદાનની રસીદ સભ્યને એમ્પ્લોયરના હસ્તક્ષેપ વગર ઉપાડ મેળવવા અને ઈ-નોમિનેશન ફાઇલ કરવા માટે ઓનલાઇન દાવા દાખલ કરવામાં મદદ કરે છે અને UAN માં આધાર ન સીડિંગને કારણે ઉપાડમાં વિલંબ ટાળે છે.

આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું?
>> આધાર નંબરને EPF સાથે લિંક કરવા માટે તમારે EPFO પોર્ટલ epfindia.gov.in પર લોગીન કરવું પડશે.
>> પછી ‘ઓનલાઈન સર્વિસીસ’ વિકલ્પ પર ક્લિક કાર્ય બાદ ‘ઈ-કેવાયસી પોર્ટલ’ અને ‘લિંક યુએએન આધાર’ ક્લિક કરો
>> પછી તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો. પછી OTP અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
>> આ પછી તમારી આધાર વિગતો ચકાસવા માટે તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો .

ઓફલાઇન લિંક કરવાની પ્રક્રિયા
EPFO ઓફિસમાં જઈને ‘Aadhaar Seeding Application નું ફોર્મ ભરો. તમામ વિગતો સાથે ફોર્મમાં તમારું UAN અને આધાર દાખલ કરો. ફોર્મ સાથે તમારી UAN, PAN અને આધારની સ્વ પ્રમાણિત નકલો જોડો. તેને EPFO અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટની કોઈપણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યુટિવને સબમિટ કરો.

યોગ્ય ચકાસણી પછી તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. તમને આ માહિતી એક મેસેજ દ્વારા મળશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.

 

આ પણ વાંચો :  Edible Oil Price: ખાદ્ય તેલ સસ્તું કરવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય , જાણો કેટલું સસ્તું થશે તેલ

 

આ પણ વાંચો : India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલા ડોલર જમા થયા

Next Article