Future Retail માટે માઠાં સમાચાર, દિલ્હી હાઈકોર્ટએ આપેલી રાહત સામે Amaoz સુપ્રીમ કોર્ટ પહોંચ્યું

|

Apr 15, 2021 | 7:43 AM

ફ્યુચર રિટેલે(Future Retail) બુધવારે જણાવ્યું હતું કે એમેઝોને(Amazon) સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરજી કરી છે જેમાં એક જજના આદેશ પર સ્ટે મુકાયો છે.

Future Retail માટે માઠાં સમાચાર, દિલ્હી હાઈકોર્ટએ આપેલી રાહત સામે Amaoz સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
Future Group

Follow us on

ફ્યુચર રિટેલે(Future Retail) બુધવારે જણાવ્યું હતું કે એમેઝોને(Amazon) સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરજી કરી છે જેમાં એક જજના આદેશ પર સ્ટે મુકાયો છે. આ જજના આદેશમાં ફ્યુચર રિટેલ લિ.ને 24,713 કરોડ રૂપિયામાં રિલાયન્સ રિટેલને તેના વ્યવસાયને વેચવાના સોદા પર આગળ પગલાં લેવાની મનાઈ હતી.

“13 એપ્રિલ 2021 ના ​​રોજ કંપનીના વકીલોને એમેઝોન ડોટ કોમના વકીલો એનવી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ એલએલસી તરફથી એક સૂચનામળી કે તેણે દિલ્હી હાઈકોર્ટની બેંચએ 22 માર્ચ 2021 ના ​​રોજ એક આદેશ જારી કર્યો છે જેની સામે વિશેષ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી છે. ફ્યુચર રિટેલે કહ્યું કે તે તેના વકીલો દ્વારા કેસ લડશે અને પોતાનો કેસ રજૂ કરશે. ”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નોંધનીય છે કે હાઈકોર્ટે 22 માર્ચે સિંગલ જજના આદેશ પર સ્ટે આપ્યો હતો. આદેશમાં ફ્યુચર રિટેલને રિલાયન્સ રિટેલ સાથે તેના વ્યવસાયને વેચવાના કરારને આગળ વધારવાની મનાઈ હતી. યુએસની ઈ-કોમર્સ કંપની એમેઝોને આ ડીલ પર વાંધો ઉઠાવ્યો હતો.એક જજે એમેઝોનની અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અરજીમાં સિંગાપોરની ઇમરજન્સી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણયને અમલ કરવા દિશા નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. 25 ઓક્ટોબર 2020 ના રોજ પોતાના ચુકાદામાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ફ્યુચર રિટેલને રિલાયન્સ રિટેલ સાથે 24,713 કરોડ રૂપિયાના સોદાને આગળ વધારવાનું ન હતું.

Next Article