
જો તમે EPF (પ્રોવિડન્ટ ફંડ) સાથે જોડાયેલા છો, તો આ અપડેટ તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે. EPFOએ સ્પષ્ટ કર્યું છે કે હવે TDS ટાળવા માટે માત્ર Form 121 જ ઉપયોગમાં લેવાશે.
અગાઉ, 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો Form 15G ભરતા હતા અને વરિષ્ઠ નાગરિકો Form 15H ભરતા હતા. પરંતુ હવે આ બંનેને બદલે એક જ Form 121 લાગુ કરવામાં આવ્યો છે. આથી પ્રક્રિયા વધુ સરળ અને એકરૂપ બની છે.
આ ફોર્મ દરેક માટે ફરજિયાત નથી. નીચેના લોકો Form 121 ભરવા પાત્ર છે:
પરંતુ મુખ્ય શરત એ છે કે તેમની કુલ વાર્ષિક આવક ટેક્સની મર્યાદાથી નીચે હોવી જોઈએ. એટલે કે, જેમની ટેક્સ લાયબિલિટી શૂન્ય છે, તેઓ આ ફોર્મ દ્વારા TDS કપાત ટાળી શકે છે.
આ ફોર્મ નીચેની કેટેગરી માટે લાગુ પડતું નથી:
Form 121 એક self-declaration ફોર્મ છે, જેમાં તમે જાહેર કરો છો કે તમારી કુલ આવક ટેક્સપાત્ર મર્યાદાથી નીચે છે. આ ફોર્મ EPFO, બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થામાં સબમિટ કર્યા પછી, તમારી આવક પર TDS કપાત નહીં થાય (જો તમે પાત્રતા પૂરી કરો છો).
દરેક Form 121 સાથે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (UIN) આપવામાં આવશે, જેમાં સીરિયલ નંબર, ટેક્સ વર્ષ અને TAN જેવી માહિતી સામેલ હશે.
જો તમે 1 એપ્રિલ, 2026 પછી પણ Form 15G અથવા 15H સબમિટ કરો છો, તો તે તરત જ નકારી કાઢવામાં આવશે નહીં. પરંતુ આગળથી તમને Form 121 જ ભરવું પડશે.
નવું Form 121 વપરાશકર્તા માટે વધુ સરળ બનાવવામાં આવ્યું છે. તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરાયા છે:
આ બદલાવનો મુખ્ય હેતુ એ છે કે ઓછી ટેક્સ લાયબિલિટી ધરાવતા લોકો માટે TDSમાંથી રાહત મળે અને ફાઈલિંગ પ્રક્રિયા વધુ સરળ બને.
દુનિયાના અમીર પરિવારોમાં આ ગુજરાતી પરિવાર ટોપમાં