Dr V Anantha Nageswaran એ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો, અમદાવાદ સાથે ધરાવે છે આ વિશેષ સંબંધ

|

Jan 29, 2022 | 6:50 AM

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડૉ. નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે અને ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે.

Dr V Anantha Nageswaran એ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો, અમદાવાદ સાથે ધરાવે છે આ વિશેષ સંબંધ
Dr V Anantha Nageswaran appointed as the Chief Economic Advisor (CEA)

Follow us on

બજેટના થોડા દિવસો પહેલા જ દેશને નવા મુખ્ય આર્થિક સલાહકાર(Chief Economic Advisor -CEA ) મળી ગયા છે. સરકારે શુક્રવારે અર્થશાસ્ત્રી વી અનંત નાગેશ્વરન(Dr V Anantha Nageswaran)ને મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા છે. નાગેશ્વરન કે.વી. સુબ્રમણ્યમ(k v subramanian)નું સ્થાન લેશે જેમણે તેમની ત્રણ વર્ષની મુદત પૂરી કર્યા પછી ડિસેમ્બર 2021 માં CEA નું પદ છોડ્યું હતું. એક સત્તાવાર નિવેદન અનુસાર નાગેશ્વરને શુક્રવારે CEA તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. હવે જ્યારે દેશ રોગચાળાની અસરમાંથી બહાર આવ્યો છે ત્યારે દેશને આર્થિક વૃદ્ધિ આપવી એ નાગેશ્વરન સામે સૌથી મોટો પડકાર હશે. આર્થિક સુધારાની સાથે અને કોવિડ બાદ વિશ્વભરની અર્થવ્યવસ્થાના બદલાતા ચિત્ર વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની જવાબદારી પણ હશે.

દેશના નવા CEO કોણ છે?

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડૉ. નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે અને ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. સાથે સાથે તેમના લેખો નામાંકિત પત્ર સામયિકોમાં આવતા રહે છે. ડૉ. નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસ સ્કૂલના ડીન રહી ચૂક્યા છે અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ છે. તેઓ 2019 અને 2021 વચ્ચે ભારતના વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના કામચલાઉ સભ્ય પણ હતા. તેમણે IIM અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં ડિપ્લોમા મેળવ્યો છે અને યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી ડોક્ટરેટ પૂર્ણ કર્યું છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

 

 

કે.વી.સુબ્રમણ્યમ શિક્ષણ ક્ષેત્રે પરત ફરશે

બીજી તરફ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભૂતપૂર્વ સીઈએ કે.વી. સુબ્રમણ્યમે જાહેરાત કરી હતી કે તેઓ નાણાં મંત્રાલયમાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને શિક્ષણ ક્ષેત્રે પાછા ફરશે. સરકારે ડિસેમ્બર 2018માં ISB હૈદરાબાદના પ્રોફેસર સુબ્રમણ્યમને CEA તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના પહેલા આ પદ પર અરવિંદ સુબ્રમણ્યમ હતા. જેમણે તેમના વિસ્તૃત કાર્યકાળના લગભગ એક વર્ષ પહેલા રાજીનામું આપ્યું હતું. સુબ્રમણ્યમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થયો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે.

 

આ પણ વાંચો : બજેટ 2022 માં વૃદ્ધિ વધારવા માટે પગલાં લેવા જોઈએ, વપરાશ વધારવા પર પણ કરવામાં આવે ફોકસ: બેંક ઓફ બરોડા

 

આ પણ વાંચો : Budget 2022: ફિનટેકમાં નવી ટેકનીકોને પ્રોત્સાહન આપવાની માગ, સ્કિલ ડેવલપમેન્ટ પર પણ મુકવો જોઈએ ભાર

Next Article