AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીડરશીપના નવા યુગનો પ્રારંભ, એન.કે. પ્રોટિન્સે મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ પટેલની કરાઇ નિયુક્તિ

અગ્રણી ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની તથા જાણીતી ખાદ્ય તેલ બ્રાન્ડ તિરૂપતિની માલિકી ધરાવતા તથા માર્કેટર એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા.

લીડરશીપના નવા યુગનો પ્રારંભ, એન.કે. પ્રોટિન્સે મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ પટેલની કરાઇ નિયુક્તિ
| Updated on: Mar 11, 2024 | 7:47 PM
Share

ડાયનેમિક લીડર કંપનીના વિઝનરી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિમિષ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે નિમેષ પટેલે તેમના ભાઈ તથા પ્રિયમના પિતા સ્વ. નિલેશ પટેલની સાથે મળીને અમદાવાદમાં 1992માં એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.

પ્રિયમ બિઝનેસ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ડાયનેમિક અભિગમ ધરાવે છે. એન.કે. પ્રોટિન્સ સાથેની તેમની સફર 21 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી અને ત્યારથી તેમણે કંપનીની વિકાસ ગાથાને ઓપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરથી માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે.

ઉપરાંત પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે લંડન સ્કૂલ ઓફ બિઝનેસ, આઈએસબી હૈદરાબાદ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ-એ) અને માઈકા, અમદાવાદથી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો પણ અભ્યાસ કર્યો છે. તેમણે સિમ્બાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ (એસસીએમએસ)થી કોર્પોરેટ મેનેજમેન્ટમાં તેમનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂરો કર્યો હતો જેણે તેમની કારકિર્દીમાં મજબૂત પાયો નાંખ્યો હતો.

પોતાની નવી ભૂમિકામાં યુવા લીડરનું સ્વાગત કરતા એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિમિષ પટેલે જણાવ્યું હતું કે “પ્રિયમની લીડરશિપ, પ્રતિબદ્ધતા, દૂરંદેશીપણું અને ઉત્કૃષ્ટતા માટેની અદ્વિતીય પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રિયમે એન.કે. પ્રોટિન્સને તેની ગુણવત્તા તથા વિશ્વસનીયતા માટે ઘરે-ઘરે જાણીતી ભરોસાપાત્ર બ્રાન્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની વ્યૂહાત્મક આંતરદ્રષ્ટિ અને નવીનતમ વ્યૂહરચનાઓએ ન કેવળ બજારમાં બ્રાન્ડની વિઝિબિલિટી વધારી છે પરંતુ સતત વિકાસ તથા સમૃદ્ધિને પણ વેગ આપ્યો છે.”

કંપનીમાં તેમની નવી ભૂમિકા વિશે પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે “અમે ખાદ્ય અને બિન-ખાદ્ય તેલના સ્પર્ધાત્મક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ ત્યારે હું માનું છું કે અમારા ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ તથા અનન્ય સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન આપીને અમે અમારા ગ્રાહકો તથા હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય બનાવી શકીએ છીએ તથા ટકાઉ વિકાસ હાંસલ કરી શકીએ છીએ. સાથે મળીને અમે નવી તકોનો લાભ લઈશું અને પડકારોમાંથી બહાર આવીશું તથા ઉદ્યોગમાં લીડર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવીશું. મજબૂત મેનેજમેન્ટ અને ખૂબ જ ઉત્સાહિત વર્કફોર્સના સમર્થન સાથે એન.કે. પ્રોટિન્સ નવી ઊંચાઈઓ સર કરવા તથા ભવિષ્યમાં નવી પેઢીની, નવીનતા સમર્થિત ખાદ્ય તેલ કંપની તરીકે ઊભરી આવવા માટે સજ્જ છે.”

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">