મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો સુધી ફૂડ પહોંચાડશે, કોરોનાકાળમાં ક્ષેત્રને માઠી અસર પડતાં થોડા બદવાલથી ફરી ગાડી પાટા ઉપર ચડાવશે

|

Jun 05, 2021 | 3:20 PM

કોરોનાકાળમાં મુંબઇ(MUMBAI)ની ઓળખ એવા ડબ્બાવાળા(DABBAWALA)ઓને સૌથી મોટો ફટકો પડયો છે. વર્ક ફ્રોમના ટ્રેન્ડ વચ્ચે અસ્તિત્વની લડાઈ લડતા ડબ્બાવાળા ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે.

મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો  સુધી ફૂડ પહોંચાડશે, કોરોનાકાળમાં ક્ષેત્રને માઠી અસર પડતાં  થોડા બદવાલથી ફરી ગાડી પાટા ઉપર ચડાવશે
મુંબઈમાં ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાઓની ફાઈલ તસ્વીર

Follow us on

કોરોનાકાળમાં મુંબઇ(MUMBAI)ની ઓળખ એવા ડબ્બાવાળા(DABBAWALA)ઓને સૌથી મોટો ફટકો પડયો છે. વર્ક ફ્રોમના ટ્રેન્ડ વચ્ચે અસ્તિત્વની લડાઈ લડતા ડબ્બાવાળા ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે. ડબ્બાવાળા પોતાની સર્વિસનો પ્રકાર એજ રાખશે પરંતુ તેમાં કેટલાક ફેરફાર સાથે તે ફરીએકવાર મુંબઈમાં ભાગદોડ કરતા નજરે પડશે.

ડબ્બાવાળા મનપસંદ વાનગી લોકો સુધી પહોંચાડશે
અગાઉ ડબ્બાવાળા લોકોના ઘરેથી ટિફિન લઈ તેને ઓફિસ અથવા કામના સ્થળે પહોંચાડતા હતા. હવે તેઓ એક ડગલું આગળ વધી રહ્યા છે. ફક્ત ઘરેથી લંચને ઓફિસ પહોંચાડવાની સેવા આપવાને બદલે તેઓ હવે વિવિધ અને મનપસંદ વાનગીઓ લોકો સુધી પહોંચાડશે. હ

વર્ક ફ્રોમ હોમની ગંભીર અસર પડી છે
હકીકતમાં માર્ચ 2020 માં કોરોનાને કારણે લાદવામાં આવેલી પ્રતિબંધો પછી ઘણા લોકોએ ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું છે. આ નવા ટ્રેન્ડથી મુંબઇના હજારો ડબ્બાવાળાઓની નોકરી જોખમમાં મૂકાઈ હતી.હતાશ ન થઇ હવે આ ડબ્બાવાળાઓ થોડા ફેફર સાથે ફરી મેદાનમાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મુંબઈના ડબ્બાવાળા રેસ્ટોરન્ટથી ફૂડ ડિલિવરી કરશે
મુંબઈના ડબ્બાવાળાઓની આજીવિકા બચાવવા રેસ્ટોરન્ટોએ એક કરાર કર્યો છે જે અંતર્ગત હવે ડબ્બાવાળાઓ રેસ્ટોરન્ટમાંથી ફૂડની ડિલિવરી કરશે.

મુંબઈની રેસ્ટોરન્ટએ કર્યો કરાર
તાજેતરમાં મુંબઇ સ્થિત ઇમ્પ્રેસારીયો હેન્ડમેઇડ રેસ્ટોરન્ટ દ્વારા મુંબઇના ડબબાવાળા સાથે સહયોગ શરૂ કરાયો છે. રેસ્ટોરન્ટ્સમાંથી સીધા ઓર્ડર આપવાની સુવિધા માટે ડિલિવરી પાર્ટનર તરીકે ડબ્બાવાળાઓને ભરતી કરવામાં આવશે. કંપનીના દેશભરના 16 શહેરોમાં 57 રેસ્ટોરન્ટ્સ છે જેમાં સોશિયલ, સ્મોક હાઉસ ડેલી અને મુંબઇમાં સોલ્ટ વોટર કાફેનો પણ સમાવેશ થાય છે.

૨ લાખ લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે.
મુંબઇના ડબ્બાવાલાઓ પાસે એક અનોખી લંચ બોક્સ ડિલિવરી સિસ્ટમ છે કે જે સાયકલો અને ટ્રેન દ્વારા મુંબઇમાં ઓફિસોમાં ભોજન પહોંચાડે છે. ડબ્બાવાળાઓની વિશેષ વાત એ છે કે બપોરે ખાલી ડબ્બા પરત લાવે છે. તેઓ મુંબઇના 5000 શેરીઓમાંથી ફૂડ મેળવવાની કામગીરી કરે છે. આશરે 2,00,000 લોકો આ કામમાં રોકાયેલા છે.

Next Article