Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

|

Aug 27, 2021 | 9:23 AM

આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે.

સમાચાર સાંભળો
Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર
SYMBOLIC IMAGE

Follow us on

Multibagger Stock 2021 : શેરબજાર(Stock Market)માં રોકાણકારોનો રસ વધી રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ બજારનું શાનદાર પ્રદર્શન છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં મજબૂત તેજી જોવા મળી છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોએ રોકાણકારોને ટૂંકા ગાળામાં સારું વળતર આપ્યું છે. અન્ય તમામ વ્યવસાય મંદીમાં સપડાયા હતા તેવામાં શેરબજારે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે.રોકાણકારોને તેમના રોકાણ સામે સારું વળતર મળતા શેરબજારમાં રોકાણનો ટ્રેન્ડ બની રહ્યો છે.

આજે અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે. જબરદસ્ત તેજી સાથે અદીનાથ ટેક્સટાઇલ સ્ટોકે શેરહોલ્ડરોને એક વર્ષમાં 1,953% રિટર્ન આપ્યું છે.

આદિનાથ ટેક્સટાઇલ્સ શેરનો ઇતિહાસ
ગયા વર્ષે 25 ઓગસ્ટ 2020 ના રોજ આદિનાથ ટેક્સટાઇલ્સના શેરની કિંમત 1.55 રૂપિયા હતી. બીજી તરફ આ વર્ષે 25 ઓગસ્ટ 2021 ના ​​રોજ આ શેરની કિંમત BSE પર 31.83 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. એટલે કે 12 મહિના પહેલા આદિનાથ ટેક્સટાઇલ સ્ટોકમાં રોકાયેલા 1 લાખ રૂપિયા આજે 20.53 લાખ રૂપિયા થાય છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પર આ સ્ટોક 44.38 ટકા વધ્યો છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

આજે શેરે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી
૨૫ ઓગસ્ટ શેર ૩૧.૮૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો સ્ટોક ૩૦.૩૨ ના છેલ્લા બંધ ભાવ કરતા ૪.૯૮ ટકા વધ્યો હતો. ૨૬ ઓગસ્ટ બસેપર શેર ૫ ટકા વધી ૩૩.૪૨ રૂપિયા ઉપર બંધ થયો હતો. આજે શેરે ફરી નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. બજાર ખુલ્યું ત્યારે શેર ૫ ટકા વૃદ્ધિ સાથે 35.09 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા 21 દિવસમાં શેર 176.54% વધ્યો છે. આદિનાથ ટેક્સટાઇલનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધારે છે. આ વર્ષની શરૂઆતથી આ શેર 1,761% વધ્યો છે.

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે ?
જૂન ક્વાર્ટરમાં કંપની નફો રૂ. 0.23 કરોડ રહ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 0.05 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 360% નો વધારો હતો. મજબૂત ત્રિમાસિક કમાણી હોવા છતાં રોકાણકારોએ શેરને ધ્યાનમાં લેતી વખતે ખૂબ સાવધ રહેવું જોઈએ જે પાછલા વર્ષમાં હજુ વેચાણ બાકી છે. કંપનીનો ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 557.14% વધીને રૂ. 0.32 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 0.07 કરોડ હતો.

 

આ પણ વાંચો :   EPFO : આ રીતે કરો PF ખાતા સાથે Aadhaar ને લિંક કરો , 31 ઓગસ્ટની છેલ્લી તારીખ ચુકી જશો તો પડશો મુશ્કેલીમાં

 

આ પણ વાંચો :  Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

 

Next Article