મુકેશ અંબાણીની JIO Financial Services હશે દેશની 5મી સૌથી મોટી ‘બેન્ક’, બજાજ ફાઈનાન્સ, પેટીએમ, ફોનપેને આપશે ટક્કર

|

Apr 08, 2023 | 5:14 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેના ફાઈનાન્સ બિઝનેસને અલગ કંપની બનાવવાની જાહેરાત કરી હતી. હવે કંપની આ વર્ષે તેની વાર્ષિક સામાન્ય સભામાં Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સંબંધિત વ્યૂહરચના જાહેર કરી શકે છે.

મુકેશ અંબાણીની JIO Financial Services હશે દેશની 5મી સૌથી મોટી બેન્ક, બજાજ ફાઈનાન્સ, પેટીએમ, ફોનપેને આપશે ટક્કર
Mukesh Ambani

Follow us on

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ખુબ જ જલ્દી ભારતના ફાઈનાન્સ સેક્ટરમાં મોટી ખળભળાટ મચાવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ફાઈનાન્સ બિઝનેસને જિયો ફાઈનાન્સિયલ સર્વિસના નામથી અલગ કંપની તરીકે લિસ્ટ કરવા જઈ રહી છે. આ સાથે જ્યાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક વધવાની અપેક્ષા છે, ત્યાં જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ દેશની 5મી સૌથી મોટી બેંક બનવા જઈ રહી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેના ફાઈનાન્સ બિઝનેસને અલગ કંપની બનાવવાની જાહેરાત કરી હતી. હવે કંપની આ વર્ષે તેની વાર્ષિક સામાન્ય સભામાં Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સંબંધિત વ્યૂહરચના જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: વર્ષ 2023 નો પ્રારંભ ભારતીય કારોબારીઓ માટે રહ્યો નિરાશાજનક, અદાણીથી લઈ અંબાણી સુધીના ધનકુબેરોની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો થયો

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

5મી સૌથી મોટી બેંક બનશે

જેફરીઝ મુજબ JFSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 90,000થી રૂ. 1.5 લાખ કરોડની વચ્ચે હોઈ શકે છે. આ રીતે નવી કંપનીના શેરની કિંમત રૂ.179ની આસપાસ રહી શકે છે. તે જ સમયે, Macquarie રિસર્ચનું માનવું છે કે નવી કંપનીની રચના પછી Jio Financial Services દેશના ફાઈનાન્સ ક્ષેત્રની 5મી સૌથી મોટી કંપની હશે.

આનાથી આગળ માત્ર HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક હશે. જો કે, એચડીએફસી બેંક અને તેની મૂળ કંપની એચડીએફસી લિમિટેડનું પણ આ વર્ષે મર્જર થવાનું છે, જે એક થયા પછી દેશની સૌથી મોટી ફાઈનાન્સ કંપની બની શકે છે.

બજાજ ફાઈનાન્સ, પેટીએમ, ફોનપે સાથે ટક્કર

એનાલિસ્ટ કંપની જેફરીઝનું માનવું છે કે આવનારા દિવસોમાં Jio બજાજ ફાઈનાન્સ, Paytm અને PhonePeને ટક્કર આપશે, જેઓ પહેલાથી જ ફાઈનાન્શિયલ સર્વિસ માર્કેટમાં હાજર છે. એટલું જ નહીં, નેટવર્થની દૃષ્ટિએ તે 5મી સૌથી મોટી કંપની હશે. જો Jio Financialના કદની સરખામણી સરકારી બેંકો સાથે કરવામાં આવે તો તે પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા કરતા મોટી ફાઈનાન્સ કંપની હશે.

જિયો, રિલાયન્સ રિટેલને લાભ મળશે

જિયો ફાયનાન્સિયલ સર્વિસિસને અલગ થયા પછી તેના બિઝનેસને વધારવામાં વધારે સંઘર્ષ કરવો પડશે નહીં. તેનું કારણ એ છે કે રિલાયન્સ પાસે ગ્રાહકોનો મોટો આધાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની Jio આજે ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની છે. જાન્યુઆરી 2023 અનુસાર, તેના ગ્રાહકોની સંખ્યા લગભગ 42.6 કરોડ છે.

તે જ સમયે, રિલાયન્સ રિટેલના દેશભરમાં વિવિધ સેગમેન્ટમાં 17,225 સ્ટોર્સ છે. આમાં દર મહિને 20 કરોડથી વધુનું ફૂટ ફોલ થાય છે. તેથી, જ્યારે JFS બજારમાં પ્રવેશ કરશે, ત્યારે તેને ગ્રાહક સંપાદન માટે એટલે કે ગ્રાહકોને પોતાની પાસે લાવવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં. આ ઉપરાંત, કંપનીએ તાજેતરમાં મેટ્રો કેશ એન્ડ કેરી પણ હસ્તગત કરી છે, જે હોલસેલ સેક્ટરની અગ્રણી કંપની છે.

જેએફએસના કેટલા શેર કોને મળશે?

હવે જ્યારે Jio ફાયનાન્સિયલ સર્વિસને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ કરવામાં આવશે, ત્યારે પેરેન્ટ કંપનીના શેરધારકોને પણ નવી કંપનીનો સ્ટોક ફાળવવામાં આવશે. કંપનીએ ગયા વર્ષે જેએફએસ માટે જે પ્લાન જણાવ્યો હતો તે મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દરેક સ્ટોક હોલ્ડરને એક સ્ટોકના બદલામાં જેએફએસના શેર મળશે. હવે કંપનીએ JFS અંગે 2 મેના રોજ શેરધારકો અને લેણદારોની બેઠક બોલાવી છે. કંપની આ વર્ષે સપ્ટેમ્બરમાં JFSને લિસ્ટ કરી શકે છે. જ્યારે કંપનીની એજીએમ પણ આની આસપાસ છે.

 ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર                   

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article