Mukesh Ambani તેલ અને ગેસ પછી કાર વેચશે, લંડનની કંપની સાથે કરશે ડીલ

|

May 12, 2023 | 7:55 AM

એમજી મોટર્સ સાથેના કરાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની એન્ટ્રી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં થશે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અંબાણી અને MG મોટર્સ વચ્ચે કરાર થઈ શકે છે.  મુકેશ અંબાણીના કાર કલેક્શનને લઈ જે પ્રકારે ચર્ચામાં રહે છે તે જોતા લાગે છે કે તેમને વાહનોમાં ખૂબ જ રસ છે.

Mukesh Ambani તેલ અને ગેસ પછી કાર વેચશે, લંડનની કંપની સાથે કરશે ડીલ

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન જાણીતા ઉદ્યોગપતિ ટોચના ધનિક મુકેશ અંબાણી(Mukesh Ambani) હવે તેલ, ગેસ, સસ્તા મોબાઈલ પ્લાન વેચ્યા બાદ કાર બિઝનેસમાં નસીબ અજમાવવા માંગે છે. હાલમાં જ લંડનની એક કંપની સાથે તેની ડીલના અહેવાલ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે લંડનની MG Motors પોતાનો કેટલોક હિસ્સો વેચવાનું વિચારી રહી છે. આ માટે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ સાથે વાત કરી રહી છે.જાણકારી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે. આ સાથે મુકેશ અંબાણી કાર બિઝનેસમાં પ્રવેશ કરશે. એમજી મોટર્સ આ વર્ષના અંત સુધીમાં તેની ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે.

આ પણ વાંચો : શું Go First પર NCLT દ્વારા લેવામાં આવેલ નિર્ણયના લીધે ભારતની પ્રતિષ્ઠા સમ્રગ દુનિયામાં ખોરવાશે? જાણો સમ્રગ વિગત

MG MOTORSની યોજના શું છે?

એક મીડિયા રિપોર્ટ મુજબ MG મોટર હિસ્સો ખરીદવા માટે ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. આમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ સામેલ છે. એમજી મોટર્સ આ વર્ષના અંત સુધીમાં આ ડીલ પૂર્ણ કરી શકે છે. વાસ્તવમાં MG મોટર્સને તેની આગામી યોજના માટે ભંડોળની જરૂર છે જેના માટે તે તેની કંપનીના કેટલાક શેર વેચવા માંગે છે અને તેના ભવિષ્યના કામ માટે તે એકત્રિત કરશે તે ભંડોળનો ઉપયોગ કરવા માંગે છે. MG મોટર્સ દેશમાં તેની વૃદ્ધિના આગામી તબક્કા માટે લગભગ રૂ. 5,000 કરોડ એકત્ર કરવા માગે છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પણ વાંચો : Train Ticket Rules : વેઇટિંગ સાથે ટ્રેનની ટિકિટ બુક કરી છે? ટિકિટ ઉપરના આ કોડ જણાવશે કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે

મુકેશ અંબાણી ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્રવેશ કરશે

એમજી મોટર્સ સાથેના કરાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની એન્ટ્રી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં થશે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અંબાણી અને MG મોટર્સ વચ્ચે કરાર થઈ શકે છે.  મુકેશ અંબાણીના કાર કલેક્શનને લઈ જે પ્રકારે ચર્ચામાં રહે છે તે જોતા લાગે છે કે તેમને વાહનોમાં ખૂબ જ રસ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article