MPC : કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રિઝર્વ બેંકે દરોમાં કોઈ ફેરફાર ન કર્યો

|

Apr 07, 2021 | 10:26 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 5 એપ્રિલથી યોજાયેલી ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

MPC : કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે  રિઝર્વ બેંકે દરોમાં કોઈ ફેરફાર ન કર્યો
RBI Governor Shaktikanta Das (File Image)

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 5 એપ્રિલથી યોજાયેલી ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષ (2021-22) ની આ પ્રથમ MPC મીટિંગ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી.

RBI ના વર્તમાન દર
આરબીઆઈ દર બે મહિને વ્યાજના દર અંગે નિર્ણય લે છે. આ કાર્ય 6-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા હાથ ધરવામાં આવે છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 4% છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.5% છે. ગયા વર્ષે મે મહિનાથી, આરબીઆઈએ પોલિસી રેટ સમાન રાખ્યા છે. આ દર છેલ્લા 15 વર્ષના સૌથી નીચા સ્તરે છે. આરબીઆઈ દ્વારા બેંકોને અપાયેલી લોન પર લેવામાં આવતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ દ્વારા બેંકો દ્વારા જમા કરાયેલા રૂપિયા પર ચૂકવવામાં આવતા વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.

છેલ્લી 4 બેઠકોમાં ફોઈ ફેરફાર થયો નથી
આ અગાઉ એમપીસીની બેઠક ફેબ્રુઆરીમાં મળી હતી. 5 ફેબ્રુઆરીએ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવાની જાહેરાત કરી ન હતી. નિષ્ણાંતોના મતે આરબીઆઈ વૃદ્ધિને વેગ આપવા માટે નાણાકીય પગલા માટેની તકની રાહ જોશે. એમપીસીની છેલ્લી 4 બેઠકોમાં પણ રેપો અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રેપો રેટમાં ફેરફારની અપેક્ષા ઓછી
ફેબ્રુઆરી 2020 થી રેપો રેટમાં 115 બેસિસ પોઇન્ટ  ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ આ વખતે હાલનો રેપો રેટ જાળવી શકે છે.  ભારત કોવિડ -19 ની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આને કારણે, ઘણા રાજ્યો અને શહેરોમાં આંશિક લોકડાઉન છે આવી સ્થિતિમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ફેરફાર થવાની અપેક્ષા  નહિવત હતી.

 

 

Published On - 10:22 am, Wed, 7 April 21

Next Article