એક વર્ષમાં શેરમાં 275%નો ઉછાળો, હવે કંપની બોનસ શેર આપવાની તૈયારીમાં, જાણો ક્યારે મળશે

|

Apr 19, 2024 | 6:48 PM

આ ફાઇનાન્શિયલ કંપની પ્રથમ વખત તેના રોકાણકારોને બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે. 26 એપ્રિલે યોજાનારી બોર્ડ મીટિંગમાં બોનસ શેરને મંજૂરી મળી શકે છે. શુક્રવારે કંપનીના શેર નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

એક વર્ષમાં શેરમાં 275%નો ઉછાળો, હવે કંપની બોનસ શેર આપવાની તૈયારીમાં, જાણો ક્યારે મળશે
bonus shares

Follow us on

આ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લિ. કંપની પ્રથમ વખત બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે. 26મી એપ્રિલે બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ સમાચાર બાદ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શેરમાં રૂ.50થી વધુનો ઉછાળો આવ્યો હતો.

રોકાણકારોને બોનસ શેર આપવાની તૈયારી છે કંપની

શુક્રવારે તે 8 ટકાથી વધુના વધારા સાથે રૂ. 2270.80 પર પહોંચી ગયો હતો. કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલના શેરમાં આ ઉછાળો એક મોટી જાહેરાતને કારણે આવ્યો છે. કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 583 છે.

કંપની સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે. ફેબ્રુઆરીમાં શેર દીઠ રૂ. 14, 4 જુલાઇ 2023ના રોજ રૂ. 3 અને ફેબ્રુઆરી 2023ના રોજ રૂ. 7 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

26 એપ્રિલે થઈ શકે છે જાહેરાત

જ્યારે કોઈ કંપની રોકાણકારોને મફત શેર આપે છે, ત્યારે તેને બોનસ શેર કહેવામાં આવે છે. રોકાણકારોને ચોક્કસ પ્રમાણમાં બોનસ શેર મળે છે. એટલે કે, જો કોઈ કંપની 3:2 બોનસ આપે છે, તો તેનો અર્થ એ છે કે દરેક 2 શેર માટે તમને 3 બોનસ શેર મળશે. જો કે બોનસ ઈશ્યુ પછી ઈક્વિટી મૂડી વધે છે, પરંતુ ફેસ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. ફેસ વેલ્યુમાં કોઈ ફેરફાર ન હોવાથી રોકાણકારને ભવિષ્યમાં ઊંચા ડિવિડન્ડના રૂપમાં લાભ મળે છે.

એક વર્ષમાં શેરમાં 275%નો ઉછાળો આવ્યો

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલના શેરમાં છેલ્લા એક વર્ષમાં 275%નો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 20 એપ્રિલ, 2023ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર રૂ. 601.20 પર હતા. 19 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર રૂ. 2270.80 પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં લગભગ 130%નો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલના શેર રૂ. 982.30 થી વધીને રૂ. 2270 થયા છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 43 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલના શેર લગભગ 80 ટકા વધ્યા છે.

 

Next Article