MONEY9: શું હવે, Toll Booth પણ કાપશે તમારું ખિસ્સું ?

| Edited By: | Updated on: Mar 30, 2022 | 5:33 PM

શું સરકારનો ઈરાદો પ્રત્યેક 60 કિલોમીટરના અંતરે એક ટોલ બૂથ ઊભું કરવાનો છે ? આટલા બધા ટોલ પ્લાઝા ઊભા કરીને સરકાર આખરે શું કરવા માંગે છે ? શું ટોલ ટેક્સ વધવાની શક્યતા છે?

ચકાચક હાઈવે (HIGH WAY) જોઈને તમે ભલે, 100ની સ્પીડે ગાડી ભગાવો, પરંતુ સરકાર પણ કંઈ પાછી પડે એમ નથી, કારણ કે, સરકારે તમારા ખિસ્સાને ફુલ સ્પીડમાં ખાલી કરવાનો મનસૂબો બનાવી લીધો છે. તમને થશે કે, સરકારે તો તેલના મોરચે પહેલેથી જ જનતાનું તેલ કાઢવાનું શરૂ કરી દીધું છે, તો હવે શું બાકી રહી જાય છે? તો તમને જણાવી દઈએ કે, તેલ બાદ હવે ટોલ (TOLL) પ્લાઝા પર તમારું ખિસ્સું ખાલી કરવાની યોજના છે. સરકાર દર 60 કિલોમીટરના અંતરે એક ટોલ પ્લાઝા (TOLL PLAZA) ઉભું કરવાનું વિચારી રહી છે.

કેન્દ્રીય પ્રધાનનો શું છે ઇરાદો
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જ કહ્યું છે કે, 60 કિલોમીટરના અંતરે એક ટોલ પ્લાઝા હશે અને ટોલ પ્લાઝાની આસપાસ રહેતાં લોકોને તેમના આધાર કાર્ડ અનુસાર ટોલ પાસ આપવામાં આવશે, એટલે આ લોકોએ ટોલ ભરવાની માથાકૂટમાં નહીં ઊતરવું પડે. ગડકરીએ એમ પણ જણાવ્યું છે કે, જ્યાં પણ 60 કિલોમીટર કરતાં ઓછા અંતરે ટોલ બૂથ હશે, તેને ત્રણ મહિનાની અંદર દૂર કરવામાં આવશે.

તેમના આ નિવેદનથી એક આશંકા જન્મે છે, કે શું સરકારનો ઈરાદો આવનારા સમયમાં દર 60 કિલોમીટરના અંતરે ટોલ બૂથ શરૂ કરવાનો છે…? આ અંગે જ્યારે મની નાઈને NHAIના પ્રવક્તા સાથે વાત કરી તો, તેમણે જવાબ આપવાનું ટાળી દીધું. તેનું એક કારણ છે… સરકારનો ઈરાદો અમેરિકાની જેમ ભારતમાં ચકાચક હાઈવે બનાવવાનો છે…અત્યારે નવા એક્સપ્રેસ-વે અને હાઈવેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે..હવે આટલા બધા રોડ બનાવવા માટે પૈસા પણ જોઈએ, તો આ પૈસા આવે ક્યાંથી..? અરે, ભાઈ… તમારી પાસેથી ટોલ ભરાવીને જ સરકાર આ પૈસાની વ્યવસ્થા કરશે.

NHAIની કથળેલી છે હાલત
તેનું બીજું મોટું કારણ NHAIની કથળેલી હાલત પણ છે… નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અત્યારે જંગી દેવાના બોજ હેઠળ છે. NHAIના માથે કુલ 3.17 લાખ કરોડનું દેવું છે.આ દેવું ચૂકવવા માટે તેને દર વર્ષે લગભગ 32,000 કરોડ રૂપિયાની જરૂર છે. ભારતમાં નેશનલ હાઈવેની કુલ લંબાઈ અત્યારે 1 લાખ 40 હજાર 152 કિલોમીટર છે અને તેના પર 727 ટોલ પ્લાઝા છે. તેની સરેરાશ કાઢીએ તો, પ્રત્યેક 192 કિલોમીટરના અંતરે એક ટોલ પ્લાઝા છે એમ કહી શકાય.

ટોલનું ગણિત
હવે, જરાક ટોલનું એ ગણિત પણ સમજીએ, જેને આમ-જનતા નજરઅંદાજ કરતી હોય છે.
ઉદાહરણ તરીકે, દિલ્હીથી હરિદ્વારનું અંતર 212 કિલોમીટર છે, જેને કાપવામાં લગભગ પાંચેક કલાક લાગે છે અને અંદાજે 275 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો પડે છે. દિલ્હીથી લખનૌ વચ્ચેના 528 કિલોમીટરના અંતરને કાપવા માટે, 1,050 રૂપિયાનો ટોલ ચુકવવો પડે છે. આમ, સરેરાશ રીતે જોઈએ તો, અત્યારે પ્રતિ કિલોમીટર દોઢથી બે રૂપિયાનો ટોલ ટેક્સ લાગે છે.

NHAIને થતી કમાણીનું ગણિત
હવે, NHAIને થતી કમાણીનું ગણિત પણ સમજી લઈએ. NHAIએ ડિસેમ્બર 2021માં ટોલ દ્વારા 3,679 કરોડ રૂપિયાની, એટલે કે દરરોજ 119 કરોડ રૂપિયાની કમાણી કરી. 2022-23માં NHAIના પ્રત્યેક પાંચ રૂપિયાના ખર્ચમાંથી લગભગ 1 રૂપિયો દેવું ચૂકવવામાં વપરાશે. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના એક રિપોર્ટ પ્રમાણે, 2022-23માં ઋણ ચૂકવવા માટે, NHAIને 31,049 કરોડ રૂપિયાની અને 2023-24માં 31,735 કરોડ રૂપિયાની જરૂર પડશે.

ટોલ ટેક્સ એટલે શું
ટોલ ટેક્સ એટલે એક પ્રકારની ફી, જે તમારે નક્કી થયેલા માર્ગો, પુલો, સુરંગોમાંથી પસાર થતી વખતે ચૂકવવી પડે છે. આવા માર્ગને ટોલ રોડ કહેવામાં આવે છે. આ ટેક્સ ઈનડાયરેક્ટ ટેક્સ છે. રસ્તાઓની જાળવણી માટે પણ ટોલ ટેક્સ લેવામાં આવે છે. એક વખત હાઈવેનો ખર્ચ રિકવર થઈ જાય એટલે ટોલ ટેક્સ 40 ટકા થઈ જાય છે, જેનો ઉપયોગ મેઈન્ટેનન્સ માટે થાય છે. આમ, મોંઘાદાટ ઓઈલના આ સમયમાં સરકાર વધુ એક મોંઘવારીનો બોજ તમારા માથે મૂકવાની તૈયારી કરી રહી છે.

આ પણ જુઓ

કરિયાણું કેટલું મોંઘું થયું અને હજુ કેટલું થશે?

આ પણ જુઓ

કપાસના ભાવને ગુજરાતની ચૂંટણી સાથે શું છે સંબંધ?