મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રોકાણ (INVESTMENT)કરી સારું વળતર મેળવવા માગતા રોકાણકારો માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સારો વિકલ્પ છે. તો ચાલો સમજીએ કે કેવી રીતે પસંદ કરશો સિપ કરાવવા માટે શ્રેષ્ઠ ફંડ ? એક્સપર્ટ્સનું માનીએ તો સિપ શરૂ કરવા માટે પહેલા પોતાનું લક્ષ્ય નક્કી કરો કે આ રકમથી તમારે કયું નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે અને આના માટે પૈસાની જરૂર ક્યારે પડશે.
ત્યારબાદ એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે AMCની સાઇઝ ચકાસો કે તે કેટલી રકમનું મેનેજમેન્ટ કરી રહી છે. જે જેટલું મોટું ફંડ મેનેજ કરી રહી છે તેટલું સારું માનવામાં આવે છે. ત્યારબાદ ફંડની શ્રેણી વિશે જાણો. શ્રેણી એટલે તમારે એ નક્કી કરવાનું છે કે લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ પૈકી પૈસા ક્યાં લગાવાના છે. કંપનીઓના માર્કેટ કેપના હિસાબે મિડકેપ, લાર્જકેપ નક્કી થાય છે.
આનાથી ઉલટું, જો તમે થોડુ થોડુ રોકાણ બધી કેટેગરીમાં કરવા માંગો છો તો આનો પણ વિકલ્પ મળી શકે છે. ફંડની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે નાના કોર્પસવાળી કંપનીમાં પૂરા પૈસા ન લગાવો. આનાથી તમારા રોકાણ પર જોખમ વધી શકે છે. ઉદાહરણ તરીકે જો તમારે મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરવું છે તો બે જગ્યાએ વહેંચો. તેમાં 5 હજાર રૂપિયા નાના કોર્પસ અને 5 હજાર રૂપિયા મોટા કોર્પસવાળી કંપનીમાં, પોતાનું જોખમ સહન કરવાની ક્ષમતાના હિસાબે રોકાણ કરો. રોકાણમાં વિવિધતા દ્વારા જોખમને ઘણા અંશે ઘટાડી શકાય છે.
આ પણ જુઓ
આ પણ જુઓ