MONEY9: તમારે FD જેટલું સલામત પરંતુ તેના કરતાં વધુ રિટર્ન જોઇએ છે ? આ વિકલ્પ વિચારવા જેવો છે

|

Mar 16, 2022 | 5:43 PM

રોકાણકારોનો એક મોટો વર્ગ રિટર્નના બદલે પૈસાની સેફ્ટીને વધારે મહત્વ આપે છે. સ્વાભાવિક છે કે FD તેમની પહેલી પસંદ હોય છે. પરંતુ વધુ એક રીત પણ છે જ્યાં સેફ્ટીની સાથે સારું રિટર્ન પણ મળી શકે છે. આ વિકલ્પ ક્યો છે જુઓ આ વીડિયોમાં.

જો તમારી જોડે થોડા પૈસા હોય અને તમે તમારા ભવિષ્યને સલામત કરવા માગતા હોવ તો તમને બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FIXED DEPOSIT) જ સૌથી સલામત લાગે. પરંતુ આ સલામતી સામે તમને રિટર્ન (RETURN) પ્રમાણમાં ઓછું મળે છે. જો તમે તમારા પૈસાની સલામતી અને સાથે સાથે વધુ રિટર્ન પણ ઇચ્છતા હો તો તમારે ટાર્ગેટ ડેટ  (TARGET DATE) મેચ્યોરિટી ફંડના વિકલ્પ અંગે વિચારવું જોઇએ.

પહેલી વાત તો એ કે ટાર્ગેટ ડેટ મેચ્યોરિટી ફંડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવે છે. આ ફંડ સરકારી સિક્યોરિટીઝ અને ઊંચી રેટિંગવાળા બૉન્ડમાં પૈસા લગાવે છે. એટલે કે તેમાં ડિફોલ્ટનું કોઇ જોખમ નથી. તો પૈસાની સેફ્ટીની અમનની સૌથી મોટી ચિંતા તો અહીં જ દૂર થઇ જાય છે. હવે વાત આવે કે તેને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ કેમ કહેવામાં આવે છે… તો વાત એ છે કે FDની જેમ તેની મેચ્યોરિટીની પણ એક ફિક્સ તારીખ હોય છે. આ જ કારણે તેને ટાર્ગેટ ડેટ મેચ્યોરિટી ફંડ કહેવાય છે.

આ ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. એટલે કે તેમાં લોન્ચ થયા બાદ અને મેચ્યોરિટીથી પહેલાં ક્યારે પણ ખરીદ-વેચાણ થઇ શકે છે. હવે જો તમે તેમાં મેચ્યોરિટી સમય સુધી ટકી રહો છો તો તમને વ્યાજ દરોમાં ઉતાર-ચઢાવના જોખમનો સામનો નથી કરવો પડતો. આ ગણિત પણ તમને જણાવી દઇએ. તો વાત એ છે કે વ્યાજ દરો બદલાય તો ફંડની NAV પણ ઉપર-નીચે થાય છે. જ્યારે સેકન્ડરી માર્કેટમાં બૉન્ડનાં દરો વધશે તો તેની કિંમતો નીચે આવી જશે..જેનાથી મ્યુચ્યુઅલ ફંડની NAV ઘટી જાય છે..પરંતુ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં ઉતાર-ચઢાવ ઘણો ઓછો હોય છે. મોટાભાગનાં TMF 5 થી 6 વર્ષની મેચ્યોરિટીવાળા હોય છે. આ જ કારણ છે કે તેમની સરખામણી FD સાથે કરવામાં આવી રહી છે.

હવે સવાલ એ પણ ઉભો થાય છે કે છેવટે આ ફંડ ફિકસ્ડ ડિપોઝિટથી કેવી રીતે અલગ છે? વાસ્તવમાં FDમાં પૂરા મેચ્યોરિટી પીરિયડમાં વ્યાજ દર ફિક્સ હોય છે…તમે એફડીનાં બજારમાં ખરીદ-વેચાણ પણ નથી કરી શકતા. તેમાં તમે મેચ્યોરિટી સુધી બંધાયેલા રહો છો. એટલે કે વચ્ચે પૈસા ઉપાડો તો પેનલ્ટી લાગશે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડને તમે કોઇપણ સમયે વેચી શકો છો, કારણ કે આ ઓપન એન્ડેડ ફંડ હોય છે. બેંકોમાં FD પર 5 થી 5.5 % સુધી વ્યાજ મળે છે. બીજી તરફ 6 વર્ષના ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં તમને 5.9 થી 6.3% સુધી રિટર્ન મળી શકે છે. તો થઇને ફાયદાની વાત.

આ પણ જુઓ

મલ્ટિકૅપ ફંડ કોના માટે છે યોગ્ય?

આ પણ જુઓ

ફંડ ઑફ ફંડ્સમાં કેટલા પ્રકારના ચાર્જ લાગે છે?

Next Video