ડિજિટલ ક્રાંતિ ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ મોટું પરિવર્તન લાવી રહી છે. અત્યાર સુધી તમારે સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રોકાણ (INVESTMENT) કરવા માટે કોઇ ડિસ્ટ્રિબ્યુટર કે એડવાઝરી કંપની પાસે જવું પડતું હતું પરંતુ હવે કેટલીક બેન્કો પણ તેમની એપ (BANK APP) મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સુવિધા આપી રહી છે. તો હવે સવાલ તા થાય છે કે બેન્ક એપ મારફતે રોકાણ કરવું સસ્તું પડે કે જૂની પદ્ધતિ હતી તેમ, કોઇ ડિસ્ટ્રિબ્યુટર કે એડવાઇઝરી મારફતે કે મ્યુચ્યુઅલ ફંડની પોતાની વેબસાઇટ પરથી રોકાણ કરવું? આ આખી ઘટનામાં તમારે રોકાણ પર કેટલો ખર્ચ કરવો પડે છે તે બાબત ધ્યાનમાં લેવી જોઇએ.
બેંક એપ મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવતી વખતે એવુ બની શકે કે તમારે કોઇ ફી ન ચૂકવવી પડે. બીજીબાજુ ફાઇનાન્સિયલ એડવાઇઝર કે ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી જો તમે ખરીદી કરો છો તો સ્વાભાવિક છે કે તમારે કેટલીક ફી ચૂકવવી પડે છે. પરંતુ એવું નથી કે બેંકમાંથી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી તમને મફત મળી રહી છે. પૈસા તો અહીં પણ તમારે ચુકવવા પડે છે અને તે ઊંચા એક્સપેન્સ રેશિયો સ્વરૂપે હોય છે.
હકીકતમાં, મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે પૈસા લગાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડના બે રીતના પ્લાન હોય છે; રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન. ડાયરેક્ટ પ્લાનને તમે સીધા મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સાઇટથી ખરીદી શકો છો. આનાથી વિરૂદ્ધ રેગ્યુલર પ્લાન ડિસ્ટ્રીબ્યૂટર્સ, ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ જેવા ઇન્ટરમીડિયરીઝ દ્વારા ખરીદવામાં આવે છે. કંપનીઓ તેમને કમીશન ચુકવે છે જે તમારી પાસેથી ખર્ચ તરીકે વસૂલ કરવામાં આવે છે. આ જ કારણે રેગ્યુલર પ્લાનનો ખર્ચ વધુ થાય છે.
હવે બેંક તમારી પાસેથી રેગ્યુલર ફંડવાળા પ્લાનમાં રોકાણ કરાવે છે. જેમાં એક્સપેન્સ રેશિયો ડાયરેક્ટ પ્લાનની સરખામણીમાં ઘણો વધારે હોય છે. ડાયરેક્ટ પ્લાનમાં તમે સીધા જ પૈસા લગાવી શકો છો કે પછી કોઇ એડવાઇઝરની મદદથી આમ કરી શકો છો. જો તમે એડવાઇઝરની મદદથી આવું કરો છો તો તમારે આ કામ માટે કેટલીક ફી ચુકવવી પડે છે.
તમારા મનમાં પણ એ વાત આવતી હશે કે છેવટે બેંક કેમ મ્યુચ્યુઅલ ફંડ વેચવા માટે આટલો બધો ભાર મુકે છે? તો આનો જવાબ છે લોકોનો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં રસ વધવો. આંકડા એ વાતની સાક્ષી પૂરે છે. ડિસેમ્બર 2021માં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હેઠળ આવતા એવરેજ એસેટ અંડર મેનેજમેન્ટ જેને આપણે AUM પણ કહીએ છીએ. તે વધીને 37 લાખ 91 હજાર 811 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આંકડો મોટો છે અને દરેક આ માર્કેટમાં પોતાનો હિસ્સો ઇચ્છે છે.
હવે બેંકોની પાસે મોટુ બ્રાન્ચ નેટવર્ક છે તેથી તે પૈસા બનાવવાની વધુ એક તક ગુમાવવા નથી માંગતી. તો હવે તમને આખી વાત સમજમાં આવી ગઇ હશે કે મ્યુચ્યુઅલ ફંડમાં બેંકોનો રસ વધવાનું કારણ શું છે. મ્યુચ્યઅલ ફંડ્સમાં બેંકો એપ મારફતે પૈસા લગાવવામાં તો કોઇ મુશ્કેલી નથી. બેંક તમને સારી સેવા આપી શકે છે. તમારી પર ખાસ ધ્યાન આપી શકે છે. પરંતુ તમારે ફંડનું પર્ફોર્મન્સ, તેના પરના ખર્ચનું ગણિત વગેરે સારી રીતે ચેક કરી લેવું જોઇએ. ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવો જોઇએ.
આ પણ જુઓ
આ પણ જુઓ