MONEY9: વારસામાં પિતાની માત્ર સંપત્તિ જ નહીં જવાબદારીઓ પણ મળે છે

|

Mar 17, 2022 | 6:39 PM

વસિયતમાં ફક્ત સંપત્તિ જ નહીં જવાબદારીઓ પણ મળે છે. પરંતુ જવાબદારીઓ તરફ આપણે ધ્યાન નથી આપતા. જ્યારે ખબર પડે છે ત્યાં સુધીમાં તો જવાબદારીઓનો ખડકલો થઇ ગયો હોય છે. આજે જાણીશું વસિયતમાં તમારી શું હોઇ શકે જવાબદારી.

વસિયત (WILL)માં ફક્ત સંપત્તિ (WEALTH) જ નહીં જવાબદારીઓ (DEBT) પણ મળે છે. પરંતુ જવાબદારીઓ તરફ આપણે ધ્યાન નથી આપતા. જ્યારે ખબર પડે છે ત્યાં સુધીમાં તો જવાબદારીઓનો ખડકલો થઇ ગયો હોય છે. આ વાતને આપણે સંજીવ ભાઇનો દાખલો આપીને સમજીએ. સંજીવ હંમેશા ખુશ જ રહે છે. રહેવું પણ જોઇએ પરંતુ સમય ક્યાં આવુ થવા દે છે. કોવિડમાં પિતા ગુજરી ગયા અને શરૂઆત થઇ મુસીબતોની. સંજીવને ખબર પડી કે પિતા ઇનકમ ટેક્સની જવાબદારીઓની સાથે સાથે હોમ લોનના બાકી હપ્તા છોડીને પણ ગયા છે. એટલે કે માત્ર મિલકત જ નહીં પરંતુ દેવાનો બોજ પણ મળ્યો છે સંજીવને વારસામાં. સંજીવ માટે આ કંઇક નવું અને પરેશાન કરનારૂ હતું.

ટેક્સ ગુરુ બલવંત જૈન કહે છે કે કાનૂની ઉત્તરાધિકારીને મિલકતની સાથે જવાબદારીઓ પણ સંભાળવાની હોય છે. તેને કાયદેસર એવા દેવા ચૂકવવાના હોય છે જે તેને વારસામાં મળ્યા છે. ઘણાં લોકો વારસામાં મળેલા દેવાની ઝંઝટથી માહિતગાર નથી હોતા. સંજીવના પિતાના મોત બાદ હોમ લોનના હપ્તા ભરવાના બંધ થઇ ગયા. બેંકે સંજીવનો સંપર્ક કર્યો. બેંકે પૂછ્યું કે શું તે લોનને તેમના નામે ટ્રાન્સફર કરી નાંખે. જો સંજીવ એકલો કાયદેસરનો ઉત્તરાધિકારી નથી તો આ લોન બધા વારસદારોના નામે રહેશે.

તો શું કરવું જોઇએ?

તેણે બેંક સાથે વાતચીત કરવી જોઇએ. જો તેની પાસે વ્યવસ્થા નથી તો તેણે લોન ચુકવવા માટે મુદ્દત માંગવી જોઇએ. બેંક સંજીવને લોન ચુકવવા માટે ફરજ નહીં પાડી શકે પરંતુ મિલકત વેચીને લોન વસૂલ કરવાનો કાયદાકીય અધિકાર તેમની પાસે છે. આવા કિસ્સામાં બેંક આ જ અધિકારનો ઉપયોગ કરે છે. અનસિક્યોર્ડ એટલે કે કોઇ સિક્યોરિટી વગર લેવામાં આવેલી લોન. પર્સનલ લોન તેમજ ક્રેડિટ કાર્ડ વગેરેની લોન આ કેટેગરીમાં આવે છે. લોન લેનારાના મોત પછી બેંક તેની વસૂલાત કાયદેસરના ઉત્તરાધિકારી પાસેથી જ કરે છે.

આ સ્થિતિમાં શું કરવું જોઇએ?

બેંક સાથે વાત કરવામાં મોડું ન કરો. કારણ કે બાકી લોન પર વ્યાજ વધતું જ જાય છે અને પેનલ્ટી પણ લાગે છે. બેંક બાકી રકમને બધા ઉત્તરાધિકારીઓના નામે નાંખી શકે છે અથવા તો બાકી રકમની વસૂલાત માટે અદાલત પણ જઇ શકે છે. જો બેંક સાથે વાત કરવામાં આવે તો જો કોઇ લોન ચુકવવામાં અસમર્થ છે તો વ્યાજ વગેરેમાં રાહત પણ આપી શકે છે.

ઇનકમ ટેક્સની જવાબદારી

ઇનકમ ટેક્સની કલમ 159 હેઠળ મૃત્યુ પછી કાયદેસરના વારસદારોએ બાકી ટેક્સ ચુકવવાનો હોય છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે આ રકમ કાયદેસરના વારસદારોએ પોતાના ખિસ્સામાંથી નથી ચુકવવાની હોતી. પરંતુ આ ટેક્સ ત્યારે ચુકવવાનો હોય છે જ્યારે તે મૃત વ્યક્તિ પાસેથી કોઇ મિલકત મળી હોય.

મની9ની સલાહ

વસિયતમાં મિલકતની સાથે જવાબદારીઓની પણ વિસ્તૃત યાદી બનાવો. ઉત્તરાધિકારીઓને લોન તેમજ ટેક્સના કેસમાં પોતાના કાનૂની તેમજ નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરવી જોઇએ.

આ પણ જુઓ

આ ફૉર્મ્યુલા અપનાવો, ટૅક્સ બચાવો

આ પણ જુઓ

રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? તો જાણો કેટલો ભરવો પડશે દંડ

Next Video