MONEY9: ગિફ્ટ પર પણ ટેક્સ હોય છે? જાણવા માટે જુઓ વીડિયો
જો તમને કોઈની પાસેથી મોંઘી ગિફ્ટ મળે તો ટેક્સના નિયમનું ખાસ ધ્યાન રાખજો. ક્યાંક એવું ન થઈ જાય કે, ટેક્સને કારણે મફતમાં મળેલી ગિફ્ટ મોંઘી પડે. ગિફ્ટ પર કેવી રીતે અને ક્યારે ટેક્સ લાગે છે સમજો આ વીડિયોમાં.
તમારામાંથી ઘણાને તે જાણીને નવાઈ લાગતી હશે કે તમને મળતી ગિફ્ટ પર પણ ટેક્સ (GIFT TAX) લાગી શકે છે. ચાલો સમજીએ કે ગિફ્ટ પર કેવી રીતે લાગે છે ટેક્સ. ગિફ્ટ પર ટેક્સ લાગશે કે નહીં, તેનો આધાર બે બાબત પર રહેલો છે. એક, ગિફ્ટની કિંમત (VALUE) પર અને બીજું, આ ગિફ્ટ તમને કોણે આપી (GIVER) છે તેના પર. જો નક્કી થયેલા મૂલ્યની મર્યાદા કરતાં વધુ મૂલ્યની ગિફ્ટ હશે તો આવકવેરા વિભાગ તેને ગિફ્ટ નહીં પણ તમારી કમાણી ગણશે.
નિયમ પ્રમાણે 50,000 રૂપિયા સુધીનું મૂલ્ય હોય તેવી ગિફ્ટ પર ટેક્સ ચુકવવાપાત્ર નથી. એટલું જ નહીં, ગિફ્ટ તમને નજીકના સંબંધી પાસેથી મળી હોય તે પણ જરૂરી છે. એટલે કે, મિત્રો કે અન્ય કોઈ પાસેથી ગિફ્ટ મળે તો ટેક્સ ચુકવવો પડશે.
એક નાણાકીય વર્ષમાં 50,000 રૂપિયા સુધીની ગિફ્ટ પર ટેક્સ લાગતો નથી, પરંતુ ગિફ્ટની કિંમત 50,000ની મર્યાદા વટાવી દે તો તે ટેક્સેબલ થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખજો કે આનો અર્થ એવો નથી કે 50,000 રૂપિયા સુધીની ગિફ્ટ ટેક્સ-ફ્રી છે. એટલે કે, જો વર્ષમાં તમને 50,000 રૂપિયાથી વધુ મૂલ્યની ગિફ્ટ મળી હશે તો તમારે આ તમામ મૂલ્ય પર ઈન્કમ ટેક્સ ભરવો પડશે. એવું નથી કે તમને એક ગિફ્ટ 60,000ની મળી છે તો તેના પર ટેક્સ ભરવાનો થશે અને બીજી ગિફ્ટ 40 હજારની છે તો તેના પર ટેક્સ નહીં લાગે. આવી સ્થિતિમાં તમારે પૂરેપૂરા 1 લાખ રૂપિયાની ગિફ્ટ પર ટેક્સ ભરવો પડશે.
આ પણ જુઓ: રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? તો જાણો કેટલો ભરવો પડશે દંડ
આ પણ જુઓ: આ ફૉર્મ્યુલા અપનાવો, ટૅક્સ બચાવો