AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાડી દીધા હોય તો શું કરવું?

જો તમને એમ ખબર પડી જાય કે તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ.

MONEY9: ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાડી દીધા હોય તો શું કરવું?
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 08, 2022 | 4:41 PM
Share

MONEY9: જો તમને એમ ખબર પડી જાય કે તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) માં રોકાણ (INVESTMENT) કરેલું છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ.  આ વાત આપણે શ્રેયસના ઉદાહરણથી સમજીએ.

શ્રેયસ ઘણાં દિવસોથી પરેશાન છે. તેણે એક દોસ્તના કહેવાથી એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસા લગાવ્યા હતા. આ ફંડ હાઉસ અંગે તાજેતરમાં કેટલાક નેગેટિવ ન્યૂઝ આવ્યા છે અને તેના કેટલાક ફંડ મેનેજરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તેણે એ વાત પર પણ ધ્યાન આપ્યું કે તેને આ સ્કીમમાંથી કોઇ ખાસ રિટર્ન પણ નથી મળ્યું. શ્રેયસને હવે લાગી રહ્યું છે કે તેના પૈસા ખોટા ફંડમાં ફસાઇ ગયા છે. સાચી વાત એ છે કે આ કોઇ નવી વાત નથી. કોઇને એવી ખબર નથી હોતી કે ક્યારે કોઇ ફંડમાં આવી ઘટના બની જાય.

આ જ રીતે જો કોઇએ ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા હોય તો માની લેવું આ બધુ જાણકારીના અભાવના કારણે છે. શ્રેયસે કોઇ ખાસ રિસર્ચ વગર ફક્ત પોતાના મિત્રની સલાહ પર ક્યાંય પણ પૈસા લગાવી દીધા.

જો ભૂલ થઇ જાય તો શું કરવું?

જો તમને એમ ખબર પડી જાય કે તમે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દીધા છે તો પહેલું પગલું એ હોઇ શકે કે તમે એ વાત પર વિચાર કરો કે તમારાથી આ ભૂલ કેમ થઇ. જેમ કે તમારા કોઇ દોસ્તની સલાહ માની લીધી અથવા તો બધા જ્યાં રોકાણ કરતાં હતાં ત્યાં તમે પણ કરી દીધું. જ્યારે કોઇ રોકાણકાર કોઇ ફંડમાં પૈસા લગાવે છે અને તે સતત લાંબા સમય સુધી ખરાબ પ્રદર્શન કરે છે તો રોકાણકાર ગભરાઇ જાય છે.

સૌથી પહેલા એ સમજો કે તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો તેનો મેન્ડેટ શું છે. આના માટે ઘણાં પેરામીટર્સ પર તમારે ધ્યાન આપવું જોઇએ. જેમ કે રોલિંગ રિટર્ન, રિસ્ક એડજસ્ટેડ રેશિયો, ફંડ મેનેજર કે AMCનો ટ્રેક રેકોર્ડ વગેરે. ત્યારબાદ તેની બીજા માર્કેટ સાઇકલમાં આના જેવી બીજી ફંડ સ્કીમો સાથે તુલના કરો.

આ ફેક્ટર્સ પર વિચાર કર્યા બાદ જુઓ કે શું આ સ્કીમ પોતાના જેવી અન્ય સ્કીમો કે બેંચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં ખરાબ પર્ફોર્મ કરી રહી છે. જો આવુ હોય તો કોઇ સારા વિકલ્પવાળા ફંડમાં સ્વિચ કરવું સ્વાભાવિક છે.

એક્સપર્ટનો મત

એસોસિએશન ઑફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બોર્ડ મેમ્બર લોવાઇ નવલખી કહે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આઉટપર્ફોર્મ કે અંડર પર્ફોર્મના જુદાજુદા તબક્કાઓમાંથી પસાર થાય છે, જે બિઝનેસ સાઇકલ કે માર્કેટ આધારિત મેક્રો-ફેક્ટરમાં ફેરફાર પર આધાર રાખે છે. કોઇ ફંડનો યોગ્ય હોલ્ડિંગ પીરિયડ અને સંભવિત રિટર્નને સમજવાનું મહત્વનું હોય છે.

આવો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. માની લો કે તમે કોઇ સ્મૉલકેપ સ્કીમમાં પૈસા લગાવ્યા છે. ત્યારબાદ બજારમાં શૉર્ટ-ટર્મનું કરેક્શન થાય છે જેનાથી સ્મૉલ કેપ સ્પેસમાં કેટલાક ઉતાર-ચડાવ થાય છે. હવે સ્મૉલકેપ કેટેગરીના ફંડ કે મેન્ડેટ કે ટાઇમ લાઇનને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ધ્યાનમાં રાખતા એ વાત યોગ્ય નહીં હોય કે તમે એમ વિચારીને તેને રિડીમ કરી લો કે અત્યારે તેમાં ઉતાર-ચડાવ થઇ રહ્યો છે અને તમે યોગ્ય પસંદગી નથી કરી. પરંતુ જો તે અન્ય સમકક્ષ કે બેન્ચમાર્કની તુલનામાં વાંરવાર અંડરપરર્ફોર્મન્સ કે નબળું પ્રદર્શન કરતા જોવા મળે તો સારુ એ રહેશે કે તમે તમારી ભૂલને સુધારીને કોઇ સારા વિકલ્પવાળા ફંડની પસંદગી કરો.

રોકાણકારોએ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ

કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તેની ક્વોન્ટિટેટિવ અને ક્વાલિટેટિવ બન્ને પ્રકારની વિશેષતાઓનું ધ્યાન રાખવું પડશે. ક્વોન્ટિટેટિવ વેરિએબલ્સનો અર્થ એ છે કે ફંડનું છેલ્લુ પ્રદર્શન કેવું રહ્યું છે, જ્યારે ક્વોલિટેટિવ વિશેષતાનો અર્થ છે કે ફંડ મેનેજરનું નોલેજ, રોકાણ કરવાની રીત અને સિસ્ટમ વગેરે વાતોનું ધ્યાન રાખવામાં આવે. કોઇ ફંડની પસંદગી ઘણાં જ સખત ક્રાઇટેરિયાના આધારે થવી જોઇએ. તેમાં તમારે જોખમ પ્રોફાઇલ, રોકાણનો હેતુ અને નાણાકીય લક્ષ્યના આધારે પસંદગી કરવી જોઇએ.

તો કુલ મળીને જો તમને કોઇ ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ભારે નુકસાન થયું છે તો કોઇ નાણાકીય સલાહકારની મદદ લેવાનો સંકોચ ન રાખતાં. જેથી તમારાથી ભવિષ્યમાં કોઇ ભૂલ ન થાય.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">