જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે

|

Dec 29, 2021 | 8:20 AM

ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ 2022 માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે
Changes From 1 January 2022

Follow us on

Changes From 1 January 2022 : જાન્યુઆરી 2022 થી બેંકિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તમારે આ નિયમો અગાઉથી જાણવું જોઈએ. આ બાબતે રિઝર્વ બેંક અને બેંકો દ્વારા સતત મેસેજ આપવામાં આવી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે માત્રએટીએમ ટ્રાન્ઝેક્શનમાં જ બદલાવ આવશે તો આપણું અનુમાન ખોટું છે. અહીં અમે તમને ત્રણ મોટા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે.

અહીં જણાવેલ ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ 2022 માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

લોકર પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે
નવા વર્ષથી બેંક લોકર વધુ સુરક્ષિત બનશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો લોકરની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરી શકે નહીં. લોકરમાં કોઈપણ દુર્ઘટના કે ઘટના માટે બેંકો જવાબદાર રહેશે. જો બેંકો ગ્રાહકના માલસામાનની સુરક્ષાની અવગણના કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નવો લોકર નિયમ જાન્યુઆરી 2022 થી અમલમાં આવી રહ્યો છે. જો કોઈ બેંક કર્મચારી છેતરપિંડી કરે છે, બેંકની ઇમારત પડી જાય છે, આગ અથવા ચોરીને કારણે નુકસાન થાય છે તો બેંક સમાનનું 100 ટકા સુધી ભાડું અથવા સામાનની ભરપાઈ કરશે. નવો નિયમ હાલના અને જૂના ડિપોઝિટ લોકર ધારકોને લાગુ પડશે.કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં આ નિયમ લાગુ થશે નહીં. જો લોકરને ભૂકંપ, પૂર, વીજળી, તોફાન કે ગ્રાહકની ભૂલથી નુકસાન થાય તો બેંક તેની ભરપાઈ કરશે નહીં.

મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ પર ટ્રાન્ઝેક્શન
MF અથવા મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ એ Cafintech અને Computer Age Management Services (CAMS) દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. સેબીની સૂચના બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ફક્ત મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. MF સેન્ટ્રલ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે જેમ કે બેંક ખાતામાં ફેરફાર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ વગેરે.

એમએફ સેન્ટ્રલનો ઉપયોગ નોમિનેશન ફાઇલ કરવા, આવક વિતરણ મૂડી ઉપાડ, એમએફ ફોલિયો અને ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ સંબંધિત વિગતોમાં ફેરફાર માટે થાય છે.આની એક એપ પણ બનાવવામાં આવી છે જે હજુ સુધી લોન્ચ થઈ નથી. આ પ્લેટફોર્મ પર વ્યવહાર શરૂ થયો નથી. માનવામાં આવે છે કે આ સેવા જાન્યુઆરીમાં પણ શરૂ થઈ શકે છે.

ATM ચાર્જીસમાં વધારો
જો તમે ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન કરશો તો જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે. દરેક ગ્રાહકને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા મળે છે જેમાં રોકડ ઉપાડ, બેલેન્સ ઇન્ક્વાયરી, એટીએમ પિન ચેન્જ, મિની સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ અને એ જ બેંકના એટીએમમાં ​​એફડી ખોલવાનો સમાવેશ થાય છે. મેટ્રો સિટીમાં તમે અન્ય બેંકના એટીએમમાંથી 3 મફત એટીએમ સેવા મેળવી શકો છો જ્યારે નોન મેટ્રો શહેરોમાં આ સંખ્યા 5 છે. પહેલી જાન્યુઆરીથી જો તમે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પછી એટીએમની સેવા લો છો તો તમારે 21 રૂપિયા અને GST ચૂકવો.

 

આ પણ વાંચો : IPO : વર્ષ 2022 રોકાણકારો માટે બનશે કમાણીનું વર્ષ, આ ચાર મોટા IPO આપશે દસ્તક

આ પણ વાંચો : દેશના દેવામાં વધારો : સરકારી દેવું પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4% વધીને રૂપિયા 125 લાખ કરોડ થયું

Published On - 8:19 am, Wed, 29 December 21

Next Article