નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. આ સમયમર્યાદા અગાઉ બે વાર લંબાવવામાં આવી છે . પ્રથમ જુલાઈ 31 થી 30 સપ્ટેમ્બર 2021 ની સામાન્ય સમયમર્યાદાથી અને પછી વર્તમાન સમયે 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવાઈ છે. જો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ નિષ્ણાતો માને છે કે વ્યક્તિગત ITR ફાઇલ કરવાની સમયમર્યાદા હજુ લંબાવવામાં આવી શકે છે.
માત્ર 3.5 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું
ગયા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2019-20 ની તુલનામાં આ વર્ષે નાણાકીય વર્ષ 2020-21માં ઓછી સંખ્યામાં કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યો છે. 11 જાન્યુઆરી 2021 ના રોજ આવકવેરા વિભાગના અધિકૃત ટ્વિટર હેન્ડલના એક ટ્વિટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માટે 5.95 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. જો કે, 15 ડિસેમ્બર, 2021 સુધીમાં 3.59 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે. આમ 2.36 કરોડ ITR ફાઈલ કરવાના બાકી છે અને 31 ડિસેમ્બર, 2021ની સમયમર્યાદા સમાપ્ત થવામાં 15 દિવસ કરતાં ઓછા દિવસો બાકી છે.
નવા પોર્ટલ ના કારણે સમસ્યા ઉભી થઇ?
15 દિવસથી ઓછા સમયમાં બાકીના વ્યક્તિઓ માટે તેમના ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું મુશ્કેલ છે કારણ કે નવા લોંચ થયેલા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર હજુ પણ ઘણી વિસંગતતાઓ નોંધાઈ રહી છે. તે જોવાનું બાકી છે કે શું નવું લોન્ચ થયેલું ઈ-ફાઈલિંગ ઈન્કમ ટેક્સ પોર્ટલ આટલા ટૂંકા ગાળામાં એકસાથે ITR ફાઈલ કરતી વ્યક્તિઓના ભારને હેન્ડલ કરી શકે છે કે નહિ.
છેલ્લી તારીખ લંબાઈ શકે છે
ગયા વર્ષે પણ સરકારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ વખત લંબાવી હતી – પ્રથમ 31 જુલાઈથી 30 નવેમ્બર, પછી 31 ડિસેમ્બર સુધી અને છેલ્લે ફરીથી નાણાકીય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી. એક્સ્ટેંશન ત્યારે થયું જ્યારે જૂના ટેક્સ ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને ન તો તે સમયે નવા કોવિડ-19 પ્રકારોનો ડર હતો. ઉપરોક્ત કારણોસર સરકાર ITR ફાઇલ કરવાની સમયમર્યાદાને 31 ડિસેમ્બર 2021ની વર્તમાન સમયમર્યાદા સુધી લંબાવવાનું વિચારી શકે છે.
આ પણ વાંચો : Amazon ને મોટો ઝટકો, ફ્યુચર ગ્રૂપ સાથેના સોદાની CCI ની મંજૂરી પર રોક લાગી, એમેઝોનને 200 કરોડ રૂપિયાનો દંડ