MONEY9: રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?

|

Jul 13, 2022 | 9:53 PM

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જોઇએ. પહેલું કેપિટલ એપ્રિસિએશન એટલે કે તમારી પ્રોપર્ટીની કિંમત કઇ ઝડપથી વધશે. બીજું છે રેન્ટલ યીલ્ડ એટલે કે જો તમે તમારી પ્રોપર્ટીને ભાડે આપો છો તો તેનાથી કેટલી કમાણી થશે.

MONEY9: રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?
how profitable is to invest in real estate

Follow us on

Money9: “સંકટ કેટલું પણ મોટું કેમ ન હોય, સાહસે મને એ જ શિખવાડ્યું છે કે સારુ રોકાણ (INVESTMENT) છેવટે નફો (PROFIT) જરૂર આપશે.” આ શબ્દો છે દુનિયાના જાણીતા બિઝનેસમેન કાર્લોસ સ્લિમના. તેમનું માનવું છે કે જો તમે ખરાબ સમયમાં પણ સમજદારીથી રોકાણ કરો તો ફાયદો જરૂર મળશે. દુનિયા આજે મોંઘવારીના સંકટમાં ફસાયેલી છે. શેર બજારની હાલત પતલી છે. આવામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે તેના વિશે આજે આપણે વાત કરીશું.

પ્રોપર્ટીમાં ખરીદી વખતે શું ધ્યાનમાં રાખવું

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. અહીં બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલું કેપિટલ એપ્રિસિએશન એટલે કે તમારી પ્રોપર્ટીની કિંમત કઈ સ્પીડથી વધશે. બીજું છે રેન્ટલ યીલ્ડ એટલે કે જો તમે તમારી પ્રોપર્ટીને ભાડે આપો છો તો તેનાથી કેટલી કમાણી થશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

દેશભરમાં જમીનોની કિંમત વધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર 2019થી અત્યાર સુધી કિંમતોમાં 30થી 40 ટકાનો ઉછાળો જોવામાં આવ્યો છે. કારણ કે પૈસાની તંગી કે NCLTમાં ફસાયેલી કંપનીઓની જમીનો મોટા ડેવલપર ખરીદી ચૂકયા છે. હવે જમીનો સીધા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહી છે. જેમની જમીન ચોખ્ખી છે કે ટાઇટલ ક્લિયર છે તેવા ખેડૂતો વધારે પૈસાની ડિમાંડ કરી રહ્યાં છે. આ ઉપરાંત, લોન પર સસ્તા વ્યાજ, ડિમાન્ડ વધવા, સેલેરીમાં વધારો અને પોતાનું ઘર લેવાની ઈચ્છાના કારણે મોટા શહેરોમાં રેસિડેન્સિયલ પ્લોટની કિંમતો વધી છે. મકાનોની કિંમતોમાં બિલ્ડર પહેલેથી જ 10 ટકાનો વધારો કરી ચૂક્યા છે.

રિયલ એસ્ટેટ ફર્મ મેજિક બ્રિક્સના રિપોર્ટ અનુસાર માર્ચ 2022માં સમાપ્ત ત્રિમાસિકમાં મકાનોના ભાડામાં ત્રિમાસિક આધારે 4 ટકાની વૃદ્ધિ થઈ. ઓફિસથી કામ કરવાની વ્યવસ્થા ફરીથી શરૂ થતાં રેન્ટલ હાઉસિંગ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં ભાડાના મકાનો માટે સર્ચમાં 15.8 ટકા જ્યારે ભાડાના ઘરોના સપ્લાયમાં 30.7 ટકાની તેજી આવી છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?

વેલ્થ મેનેજમેન્ટ ફર્મ Fincartના ફાઉન્ડર અને સીઈઓ તનવીર આલમ જણાવે છે કે રોકાણ કરતાં પહેલાં તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. રહેવા માટે ઘર ખરીદવું એ બીજી વાત છે પરંતુ જો રિટર્નના હેતુથી ઈન્વેસ્ટ કરી રહ્યાં છો તો તે વધારે ફાયદાકારક નહીં રહે. લોન્ગ ટર્મમાં રિયલ એસ્ટેટમાં એવરેજ 8 ટકાનું રિટર્ન મળ્યું છે, જ્યારે સ્ટૉક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 12 ટકા જેટલું રહ્યું છે.

રિયલ એસ્ટેટમાં રેન્ટલ યીલ્ડ 1 થી 3 ટકા સુધી મળે છે. ફાઈનાન્સિયલ એસેટમાં ઘણી લિક્વિડિટી મળે છે, જ્યારે રિયલ એસ્ટેટમાં આવું નથી. પૈસાની જરૂરિયાત પડે ત્યારે તમે તરત પ્રોપર્ટી નથી વેચી શકતા.

કઇ જગ્યાઓ પર પ્રૉપર્ટીમાં રોકાણ કરવું યોગ્ય?

આલમ જણાવે છે કે જમીન ખરીદવાનું ફાયદાકારક હોઈ શકે છે. જો કે લોંગ ટર્મના દ્રષ્ટિકોણથી ઇન્વેસ્ટ કરો. જે શહેરોમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવા લોકો રહેવા આવી રહ્યા છે, ત્યાં જમીન ખરીદવી જોઈએ. આમ કરવાથી પૈસા બનાવી શકાય છે.

ઉદાહરણ તરીકે, હાલ નોઈડાને અડીને જેવરમાં લોકો જમીન ખરીદી રહ્યાં છે કારણ કે એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં લોકો રહેવા આવશે. જો શહેરનો વિકાસ થઇ રહ્યો છે અને તમને લાગે છે કે અહીં પૈસા ગ્રો કરશે તો યોગ્ય સમયે ઇન્વેસ્ટ કરી શકો છો.

Next Article