
ધારો કે, તમારી લોનની EMI દર મહિને 5 તારીખે કપાય છે. કોઈ કારણસર ખાતામાં ઓછા પૈસા રહી ગયા અને હપ્તો 6 તારીખે ભરાયો. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે, શું બેંક આમાં પેનલ્ટી લગાવશે? શું ક્રેડિટ સ્કોર ઘટી જશે અને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી થશે?
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, નક્કી કરેલી તારીખના અંત સુધી પેમેન્ટ ન થાય તો લોનની કિસ્ત ઓવરડ્યુ માની શકાય છે. હવે તેનો આ અર્થ નથી કે, એક દિવસની મોડું થતા જ ક્રેડિટ સ્કોર તરત જ ઘટી જશે.
આનો જવાબ ‘હા’ છે. એક દિવસ મોડું થવા પર પણ લેટ પેમેન્ટ ચાર્જ લાગી શકે છે. એવું માનીને ન ચાલો કે, બેંક દરેક હાલતમાં થોડા દિવસની છૂટ આપશે. ચાર્જ લાગશે કે નહીં અને કેટલો લાગશે? તે તમારા લોનની શરતો અને બેંકની લાગુ નીતિ પર નિર્ભર કરે છે. સાથોસાથ બેંક ગ્રેસ પિરિયડ આપશે કે નહીં? તે પણ અલગ-અલગ બેંકમાં અલગ-અલગ પોલિસી પર નિર્ભર કરશે.
બેંક છૂટનો સમયગાળો આપી શકે છે. આનો અર્થ એ નથી કે, મોડા પડવા પર લાગતો દંડ પણ માફ થઈ જશે. તેથી, લોન લેતી વખતે કરારમાં આપેલી શરતોને ધ્યાનથી વાંચવી જોઈએ.
RBIના નિયમો મુજબ, બેંકો અને અન્ય નિયંત્રિત ધિરાણકર્તાઓ મનસ્વી રીતે દંડ લગાવી શકે નહીં. તેમણે પોતાના જાહેર કરેલા નિયમોનું પાલન કરવાનું હોય છે અને દંડની રકમ યોગ્ય હોવી જોઈએ.
એક જરૂરી વાત એ પણ છે કે, દંડની રકમને લોનની મૂળ રકમમાં જોડીને તેના પર ફરીથી વ્યાજ લગાવી શકાતું નથી. દંડ પર વધારાનું વ્યાજ વસૂલવા માટે તેને મૂળ દેવાનો હિસ્સો બનાવવામાં આવી શકે નહીં. આ સામાન્ય લોન વ્યાજથી અલગ હોય છે.
એક દિવસ મોડું થાય તો ક્રેડિટ સ્કોર પર તરત પ્રભાવ પડવો જરૂરી નથી. આ વાત નિર્ભર કરે છે કે, ધિરાણકર્તા ચૂકવણીની માહિતી ક્યારે ક્રેડિટ બ્યુરોને મોકલે છે અને જૂની ચૂકવણીની હિસ્ટ્રી કેવી રહી છે? જણાવી દઈએ કે, અત્યારે દર 7 દિવસે અને મહિનાના આખરી દિવસે ક્રેડિટની માહિતી ક્રેડિટ બ્યુરોને મોકલવામાં આવે છે.
ધ્યાન રહે, જો તમારી EMI એક મિનિટના કારણે પણ અટકે છે, તો તમારા ક્રેડિટ રિપોર્ટમાં આગામી 7 વર્ષ સુધી દેખાશે કે તમે એક EMI સમયસર નથી ચૂકવી. જો કે, સિબિલ સ્કોર પર તેનો બહુ મોટો પ્રભાવ નહીં પડે, જો તમે તેના પછીના જ દિવસે EMI ચૂકવી દીધી હોય પરંતુ રિપોર્ટમાં ડિફોલ્ટ દેખાવું, આગામી દિવસોમાં બેંકોનું તમારા પ્રત્યેનું વલણ બદલી શકે છે અથવા તો બેંક તમને લોન આપવામાં કતરાઈ શકે છે.
જો EMI વારંવાર મોડી ભરવામાં આવે, તો સમયની સાથે ક્રેડિટ રેકોર્ડ પર તેની અસર વધી શકે છે. 30 દિવસથી વધુ સમય બાકી રહેવા પર ક્રેડિટ પ્રોફાઈલને ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ હોય છે. તેથી, હપ્તો ચૂકાઈ જવા પર વહેલી તકે ચૂકવણી કરવી વધુ સારું છે.
બીજીબાજુ, સામાન્ય રીતે જ્યારે લોનનું વ્યાજ કે મૂળ રકમ 90 દિવસથી વધુ સમય સુધી બાકી રહે છે, ત્યારે લાગુ નિયમો હેઠળ ખાતાને NPA એટલે કે નોન-પર્ફોર્મિંગ એસેટ (બિન-કાર્યકારી સંપત્તિ) વર્ગમાં રાખી શકાય છે. આ શરૂઆતની બાકી સ્થિતિથી અલગ વર્ગીકરણ છે.
જો હપ્તો નક્કી કરેલી તારીખ પર ન ભરી શકાયો હોય, તો સૌથી પહેલા બાકી રકમ વહેલી તકે જમા કરો. જો ઓટો-ડેબિટ દ્વારા ચૂકવણી થવાની હતી, તો બેંક ખાતામાં પૂરતા પૈસા હોવા છતાં હપ્તો ન કપાયો, તો બેંકનો સંપર્ક કરીને તેનું કારણ જાણો.
જો પહેલેથી જ ખબર હોય કે હપ્તો ભરવામાં મુશ્કેલી થશે, તો સમયસર બેંક સાથે વાત કરો. ચૂકવણી કર્યા પછી રસીદ કે બેંક સ્ટેટમેન્ટ સાચવીને રાખો. જો ક્રેડિટ રિપોર્ટમાં ખોટી રીતે EMI બાકી બતાવવામાં આવી રહી છે, તો પુરાવા સાથે બેંક અને સંબંધિત ક્રેડિટ બ્યુરોમાં ફરિયાદ નોંધાવો.
ધ્યાન રાખો: એક દિવસની મોડથી ક્રેડિટ સ્કોર તરત ઘટવો નક્કી નથી પરંતુ લેટ ફી લાગી શકે છે. વારંવાર મોડ કરવાથી તમારી શાખ ખરાબ થઈ શકે છે. તેથી, EMI ની તારીખ યાદ રાખો અને હપ્તો છૂટી જવા પર ચૂકવણીમાં વધુ મોડું ન કરો.