મોંધવારીના મારનું તોળાતુ સંકટ : તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે દૂધ, જાણો શું છે કારણ

|

Sep 09, 2022 | 1:15 PM

આગામી તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ મોંઘી થઈ શકે છે, દુધ અને દુધની બનાવટોના ભાવમાં પણ વધારો થશે.જાણો આ ભાવ વધારા પર કેવા પરિબળો જવાબદાર હશે.

મોંધવારીના મારનું તોળાતુ સંકટ : તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે દૂધ, જાણો શું છે કારણ
Milk may become expensive

Follow us on

આગામી તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ મોંઘી થઈ શકે છે, એક તરફ પશુઓમાં રોગના કારણે દૂધ ઉત્પાદન પર અસર થઈ છે. બીજી તરફ મોંઘા ઘાસચારાના કારણે દૂધ(Milk) સસ્તું થવાની સંભાવના ઓછી છે અને મોંઘુ થવાની શક્યતા વધું છે. દેશના મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં દૂધાળા પશુઓમાં લમ્પિ ચામડી(lampi)નો રોગ ફેલાયો છે અને તેના કારણે દૂધ ઉત્પાદનને અસર થઈ છે. ગુજરાત અને રાજસ્થાન બાદ હવે આ રોગ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ફેલાયો છે. ઉત્તર પ્રદેશ પછી આ રાજ્યોમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે.

દૂધ ઉત્પાદનમાં પશુપાલકોના ખર્ચમાં વધારો

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પશુ આહાર પણ 15-17 ટકા મોંઘો થયો છે. એટલે કે દૂધ ઉત્પાદનમાં પશુપાલકોનો ખર્ચ વધી ગયો છે અને ઘાસચારો મોંઘો થયો છે તેટલો દૂધના ભાવમાં વધારો થયો નથી. મોંઘો ઘાસચારો દૂધના ભાવમાં વધારો થવાની ભીતિને વધુ મજબૂત કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મધર ડેરી અને અમૂલ બંનેએ ગયા મહિને દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. 6 મહિનામાં દૂધના ભાવમાં આ સતત બીજો વધારો હતો. અગાઉ 6 માર્ચે મધર ડેરી, અમૂલ અને પરાગ મિલ્કે પણ તેમની દૂધની બનાવટોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે પરાગ અને મધર ડેરીની પ્રોડક્ટ 6 મહિનામાં 4 રૂપિયા પ્રતિ લિટર મોંઘી થઈ ગઈ છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

આ સમાચારના દરેક પાસાને સમજવા માટે, આ લિંક દ્વારા મની9 એપ્લિકેશન ડાઉનલોડ કરો- https://onelink.to/gjbxhu

Money9 શું છે?

Money9ની OTT એપ હવે Google Play અને iOS પર ઉપલબ્ધ છે. અહીં તમારા પૈસા સંબંધિત બધું સાત ભાષાઓમાં થાય છે, આ તેના પ્રકારનો અનોખો પ્રયોગ છે. અહીં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી, ટેક્સ, આર્થિક નીતિઓ વગેરે સંબંધિત બાબતો છે, જે તમારા બજેટ પર તમારા ખિસ્સાને અસર કરે છે. તો વિલંબ શું છે, Money9 ની એપ ડાઉનલોડ કરો અને તમારી નાણાકીય સમજણ વધારો કારણ કે Money9 કહે છે કે સમજવું સરળ છે.

Next Article