Meta ના સીઓઓ શેરિલ સેન્ડબર્ગે આપ્યું રાજીનામું, કંપનીને સફળ બનાવવામાં ભજવી મુખ્ય ભૂમિકા

|

Jun 02, 2022 | 4:51 PM

શેરિલ સેન્ડબર્ગે (Sheryl Sandberg) 14 વર્ષ સુધી કંપનીના COO તરીકે સેવા આપી હતી અને ફેસબુકને (Facebook) સાધારણ સ્ટાર્ટઅપથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બાદશાહ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

Meta ના સીઓઓ શેરિલ સેન્ડબર્ગે આપ્યું રાજીનામું, કંપનીને સફળ બનાવવામાં ભજવી મુખ્ય ભૂમિકા
Sheryl Sandberg resigns as COO of Meta
Image Credit source: Sheryl Sandberg/Facebook

Follow us on

વિશ્વની જાણીતી સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરન્ટ કંપની મેટાના (Meta) સીઓઓ શેરિલ સેન્ડબર્ગે (Sheryl Sandberg) રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે શેરિલ સેન્ડબર્ગ છેલ્લા 14 વર્ષથી કંપનીના સીઓઓ તરીકે કામ કરી રહ્યા હતા અને તેમણે ફેસબુકને (Facebook) સામાન્ય સ્ટાર્ટઅપથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બાદશાહ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે શેરિલ સેન્ડબર્ગ વર્ષ 2008માં કંપનીમાં જોડાયા હતા, જેના 4 વર્ષ પછી ફેસબુકને સાર્વજનિક કરવામાં આવ્યું હતું. શેરીલ સેન્ડબર્ગે રાજીનામું આપ્યા બાદ મેટાએ ઝેવિયર ઓલિવનને તેના નવા સીઓઓ તરીકે નિયુક્ત કર્યા છે.

કેટલાક નિર્ણયોને કારણે શેરિલ પર પ્રશ્નો ઉભા થયા હતા

મેટામાં શેરિલના કદનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે માર્ક ઝુકરબર્ગ પછી કંપનીમાં બીજા નંબરના અધિકારી હતા. ફેસબુક અને પછીથી મેટાના સીઓઓ પદ પર રહેનારા શેરિલ કંપનીને તે ઊંચાઈ પર લઈ ગયા, જેની કદાચ તેમણે પોતે પણ કલ્પના કરી ન હતી. જોકે, કંપનીમાં રહીને કેટલાક ખોટા નિર્ણયોને કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શેરીલે કંપનીની સફળતા માટે કેટલાક એવા નિર્ણયો લીધા, જેના કારણે ફેસબુક પર ખોટી માહિતી ફેલાવવાનો અને નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો.

શેરિલ ફેસબુક પહેલા ગૂગલ માટે કામ કરતા હતા

શેરીલે બુધવારે તેના ફેસબુક પેજ પર લખ્યું, “જ્યારે હું વર્ષ 2008માં ફેસબુકમાં જોડાઈ હતી, ત્યારે મને માત્ર એ જ આશા હતી કે હું અહીં 5 વર્ષ સુધી કામ કરીશ. 14 વર્ષ પછી, મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે.” શેરીલે મેટાના એડવર્ટાઇઝિંગ બિઝનેસનો હવાલો સંભાળ્યો અને કંપનીને સ્ટાર્ટઅપથી આગળ વધારીને 100 બિલિયન ડોલરના વાર્ષિક બિઝનેસ સુધી પહોંચાડી. તમને જણાવી દઈએ કે ફેસબુક જોઇન કરતા પહેલા તેઓ ગુગલ માટે કામ કરતા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે માર્ક ઝુકરબર્ગની ‘મેટા’

તમને જણાવી દઈએ કે એક સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ કરતી ફેસબુક હવે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ફેસબુકને પહેલાની સરખામણીમાં નવા યુઝર્સ નથી મળી રહ્યા. આ સિવાય કંપનીની કમાણીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

Next Article