દીકરાએ દિ વાળ્યા : અનિલ અંબાણીના ચિરાગ જય અનમોલ અંબાણીએ ઉભુ કર્યું 2000 કરોડનું સામ્રાજ્ય, જાણો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલ વિશે

|

Jul 17, 2024 | 1:00 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. રિલાયન્સ ગ્રૂપના વિભાજન સમયે ગ્રૂપની ઘણી મોટી કંપનીઓ પણ તેમના ખાતામાં આવી ગઈ હતી. પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ એક પછી એક નાદાર થતી ગઈ હતી.

દીકરાએ દિ વાળ્યા : અનિલ અંબાણીના ચિરાગ જય અનમોલ અંબાણીએ ઉભુ કર્યું 2000 કરોડનું સામ્રાજ્ય, જાણો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલ વિશે
Jai Anmol Ambani

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. રિલાયન્સ ગ્રૂપના વિભાજન સમયે ગ્રૂપની ઘણી મોટી કંપનીઓ પણ તેમના ખાતામાં આવી ગઈ હતી. પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ એક પછી એક નાદાર થતી ગઈ અને મોટા ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. રિલાયન્સ ગ્રૂપના વિભાજન સમયે ગ્રૂપની ઘણી મોટી કંપનીઓ પણ તેમના ખાતામાં આવી ગઈ હતી. પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ એક પછી એક નાદાર થતી ગઈ અને મોટા ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી હતી.

હવે અંબાણી પરિવારની આગામી પેઢી નેતૃત્વ સંભાળવા માટે પોતાને તૈયાર કરી રહી છે. મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રી કારોબાર જગતમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. બીજી તરફ અનિલ અંબાણીના પુત્ર લાઈમલાઈટથી દૂર રહીને પિતાના ફડચામાં જઈ રહેલા બિઝનેસના સામ્રાજ્યને ફરીથી ઉભું કરવામાં વ્યસ્ત છે. અનિલના પુત્ર જય અનમોલ અંબાણીએ સતત મહેનત કરીને 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ પોતાના દમ પર ઉભો કર્યો છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

દાદા અને પિતાનું નામ આગળ વધારવાની જવાબદારી નિભાવી

અનિલ અંબાણીના એક પછી એક બિઝનેસ ડૂબતા ગયા હતા. અનિલ અંબાણીની ચિંતા સતત વધતી રહી છે.જોકે હવે જય અનમોલ તેના પિતા માટે નવેસરથી સામ્રાજ્ય તૈયાર કરી રહ્યો છે. તે તેના પિતા માટે આશાનું કિરણ બની ગયો છે. અંબાણી પરિવારમાં જન્મેલા જય અનમોલ પર તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતાના વારસાને આગળ ધપાવવાની જવાબદારી રહી છે પરંતુ તજજ્ઞો અનુસાર તેમની સફર અંબાણી પરિવારના અન્ય લોકોની સરખામણીમાં ઘણી મુશ્કેલ રહી છે.

ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી

જય અનમોલે 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્ન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2014 માં તે કંપનીમાં જોડાયો અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો હતો. આ પછી તેઓ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડ મેમ્બર બન્યા હતા. આ સમય દરમિયાન અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ જે તેના પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું, તે ઘટતા નફા અને વધતા દેવું હેઠળ દબાયેલું હતું.

ત્યારબાદ જય અનમોલે ગ્રુપની કમાન સંભાળી અને જાપાનની કંપની નિપ્પોને રિલાયન્સમાં તેનો હિસ્સો વધારવા માટે રાજી કરી હતી. આ સાથે રિલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો જન્મ થયો હતો.

પિતરાઈ ભાઈ અને બહેન ચર્ચામાં રહે છે

સફળ નિર્ણયો સાથે જય અનમોલે તેના વ્યવસાયની નેટવર્થ વધારીને રૂપિયા 2000 કરોડથી વધુ કરી છે. વર્ષ 2022માં તેણે ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા હતા. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનો અનંત, આકાશ અને ઈશા ભલે હેડલાઈન્સમાં રહે પરંતુ જય અનમોલને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ યુવાને ઘણી મહેનત કરવી પડી છે.

Next Article