Share  Market :  શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉછાળો, Sensex માં 512 અને Nifty માં 151 અંકનો વધારો

સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું હતું.

Share  Market :  શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉછાળો, Sensex માં 512 અને Nifty માં 151 અંકનો  વધારો
Bombay Stock Exchange - BSE
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:35 AM

Share  Market :  ભારતીય શેરબજાર(Stock Market)માં આજે મજબૂત સ્થિતિમાં કારોબાર નજરે પડી રહ્યો છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનની ઉપર દેખાઈ રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સવારે 9.15 વાગ્યાના અરસામાં  સેન્સેક્સ(Sensex) 466 અને નિફટી(Nifty) 142 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ પોણા ટકા  ઉપર કારોબારની તેજી દર્શાવી રહ્યા છે.  સેન્સેક્સ 58,333.83 ના ઉપલા સ્તરે દેખાયો હતો જે 58,163.01 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સનું નીચલું સ્તર 58,105.18 હતું અને તે મંગળવારે 57,808.58 ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,370.10 ઉપર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન તે 17,421.50 ના ઉપલા અને 17,339.00 નીચલા સ્તરે જોવા મળ્યો હતો. મંગળવારે નિફટીએ 17,266.75 ઉપર કારોબાર પૂર્ણ કર્યો હતો.

શેરબજારની સ્થિતિ (9.34 AM)

SENSEX 58,320.66 +512.08 
NIFTY 17,418.05 +151.30 

મંગળવારે વૈશ્વિક બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સારી સ્થિતિ દેખાઈ હતી. ડાઉ જોન્સ(Dow Jones) 371 પોઈન્ટ અથવા 1.05 ટકા વધીને 35462.78 પર બંધ થવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન નાસ્ડેક(Nasdaq) લગભગ 200 પોઈન્ટ અથવા 1.28 ટકા વધીને 14,194.46 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 25 અંક વધીને 17300 ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે. ડાઉ જોન્સ મજબૂતીના સંકેતો દર્શાવે છે. આ ઇન્ડેક્સ દિવસના ઉપલા સ્તરની નજીક બંધ રહ્યો હતો. ઓગસ્ટ 2019 પછી યુએસ 10-વર્ષના બોન્ડની ઉપજ 1.97% પર પહોંચી. આ ઉપરાંત ટેક અને બેંક શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપિયન બજારોની વાત કરીએ તો સુસ્તીના સંકેતો હતા.

આજે બજારની અગત્યની બાબતો

  • યુએસ બજારોમાં તેજી સાથે ડાઉ 371 પોઈન્ટ ઉછળ્યો
  • ભારતી એરટેલ સહિત ઘણી કંપનીઓના પરિણામો બાદ હલચલ
  • વેદાંતે નફા પર 30% ડિવિડન્ડની જાહેરાત કરી
  • સ્ક્રેપિંગ અમે બેટરી સ્વેપિંગ પોલિસી પર મહત્વપૂર્ણ મીટિંગ

FII અને DII ડેટા

8 ફેબ્રુઆરીના રોજ વિદેશી સંસ્થાના રોકાણકારોએ બજારમાંથી 1967.89 કરોડ ઉપાડ્યા જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII એ રૂ. 1115 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રમાં ઉતાર  – ચઢાવના અંતે  લીલા નિશાન ઉપર બજાર બંધ થયા હતા

સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું હતું. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 150 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાથી વધુ વધીને 57,808.58 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty Today ) પણ 25 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 17,239.20 પર બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 33 પોઈન્ટ ચઢીને 38028 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 19 શેરોમાં ખરીદારી અને 11 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 29 શેરોમાં ખરીદારી અને 21 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો : Share Market : બજેટ બાદ સેન્સેક્સમાં 1700થી વધુ પોઈન્ટનો કડાકો,રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા,જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

 

આ પણ વાંચો : LIC IPO : જાન્યુઆરીમાં જીવન વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવકમાં વધારો પરંતુ LICની આવકમાં ઘટાડો

Published On - 9:26 am, Wed, 9 February 22