Share Market Crash : રશિયાના યુક્રેન ઉપર હુમલાના અહેવાલના પગલે બજારો તૂટ્યા, Sensex માં 2000 અંકનો કડાકો

|

Feb 24, 2022 | 9:51 AM

છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીને અગાઉના બંધ સ્તરોથી ઉપર લાવવામાં સફળ મળી ન હતી અને બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બુધવારના કારોબારમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 57,232ના સ્તરે અને નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 17063ના સ્તરે બંધ થયો હતો.

Share Market Crash : રશિયાના યુક્રેન ઉપર હુમલાના અહેવાલના પગલે બજારો તૂટ્યા, Sensex માં 2000 અંકનો કડાકો

Follow us on

યુદ્ધના અહેવાલો વચ્ચે રોકાણકારોને  8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

 

Share Market : વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ  આપતા વૈશ્વિક બજારો ઉપર યુદ્ધની ગંભીર અસર પડી રહી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો બોલ્યો છે. Sensex 2000 અને Nifty 590 અંક ઘટાડા સાથે નજરે પડ્યા છે. શરૂઆટી કારોબારમાંજ બંને મુખ્ય ઇન્ડેક્સ 3.5 ટકાના ઘટાડાને દર્શાવી રહ્યા છે.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.45 AM)

SENSEX 55,192.84 −2,039.22 
NIFTY 16,472.35 −590.90 

રોકાણકારોને ભારે નુકસાન

રોકાણકારોને પહેલી જ મિનિટમાં 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સેન્સેક્સ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 247.18 લાખ કરોડ છે જે ગઈકાલે રૂ. 255 લાખ કરોડ હતું.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

વૈશ્વિક સંકેત નબળાં

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના બજારો વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. ડાઉ જોન્સ 464 પોઈન્ટ ઘટીને 1.38 ટકાના ઘટાડા સાથે 33131 પર બંધ રહ્યો હતો. આ જ Nasdaq માં પણ 2.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 344 પોઈન્ટના ઘટાડા સાથે 13037 પર બંધ થયો હતો. એટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલ 98 ડોલરની નજીક પહોંચી ગયું છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાણ જોવા મળી રહ્યુંછે. SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ખુલે છે અને આ ઈન્ડેક્સ 290 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ

સમાચાર એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને અહેવાલ છે કે વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પુતિને યુક્રેનની સેનાને આત્મસમર્પણ કરવા હાકલ કરી છે.

આજે બજારમાં આ મુદ્દાઓ હલચલ લાવી શકે છે

  • પુતિને યુક્રેન ઉપર હુમલાના આદેશ આપ્યા
  • ડાઉ 465 પોઈન્ટ તૂટ્યો તો નાસ્ડેક 344 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો
  • SGX નિફ્ટી 16800 ની નીચે દેખાયો
  • બ્રેન્ટ ક્રૂડ 98 ડોલર સુધી તો સોનું 1910 ડોલર સુધી ઉછળ્યું

FII અને DII ડેટા

23 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ. 3417.16 કરોડ પાછા ખેંચ્યા હતા. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 3024.37 કરોડ.

બુધવારે ઘટાડા સાથે બંધ થયું બજાર

શેરબજારમાં ઘટાડાનો સિલસિલો બુધવારે સતત છઠ્ઠા સત્રમાં પણ ચાલુ રહ્યો હતો. ટ્રેડિંગના છેલ્લા કલાકમાં, મુખ્ય શેરોમાં વેચવાલીનું વર્ચસ્વ વધારે રહ્યું અને પુરા દીવસ દરમિયાન તેજી જાળવી રાખનાર બજાર છેલ્લા કલાકમાં લાલ નિશાનમાં આવી ગયું હતું. છેલ્લા કલાકમાં વેચવાલીને કારણે સેન્સેક્સ 550 પોઈન્ટની નજીક ગગડ્યો હતો. નીચલા સ્તરે હળવી ખરીદી જોવા મળી હતી જો કે તે પણ સેન્સેક્સ અને નિફ્ટીને અગાઉના બંધ સ્તરોથી ઉપર લાવવામાં સફળ મળી ન હતી અને બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બુધવારના કારોબારમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 57,232ના સ્તરે અને નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 17063ના સ્તરે બંધ થયો હતો.

આ પણ વાંચો : માત્ર 20 વર્ષમાં આ 30 કંપનીઓ રિલાયન્સની સમકક્ષ જોવા મળશે, જાણો શું કહ્યું દેશના સૌથી ધનિક કારોબારીએ

 

આ પણ વાંચો :LIC IPO : શું શેરબજારની ઉથલ – પાથલ દેશના સૌથી મોટા IPO નું લોન્ચિંગ પાછળ ઠેલવી શકે છે? FII નું વેચાણ બની રહ્યો છે પડકાર

Published On - 9:24 am, Thu, 24 February 22

Next Article