Closing Bell : સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ(Sensex) , નિફ્ટી(Nifty) અને બેન્ક નિફ્ટી(Bank Nifty)માં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના સત્રમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો તો નિફ્ટીમાં 200 પોઈન્ટની નજીકનો વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 657.39 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 58,465.97 પર બંધ થયો હતો. નિફ્ટી 197 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 17,463.80 પર બંધ રહ્યો હતો. આજના સત્રમાં 1711 શેરોની ખરીદી જયારે 1539 શેરોમાં વેચવાલી અને 105 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.
શેરબજારની છેલ્લી સ્થિતિ |
||
SENSEX | 58,465.97 | +657.39 (1.14%) |
NIFTY | 17,463.80 | +197.05 (1.14%) |
કારોબારની સારી રહી શરૂઆત
પ્રારંભિક કારોબારમાં સવારે 9.15 વાગ્યાના અરસામાં સેન્સેક્સ(Sensex) 466 અને નિફટી(Nifty) 142 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા હતા. સેન્સેક્સ 58,163.01 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સનું નીચલું સ્તર 58,105.18 હતું અને તે મંગળવારે 57,808.58 ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,370.10 ઉપર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન તે 17,339.00 નીચલા સ્તરે જોવા મળ્યો હતો. મંગળવારે નિફટીએ 17,266.75 ઉપર કારોબાર પૂર્ણ કર્યો હતો.
TOP 10 કંપનીઓના શેર માં ઉછાળો |
||
Company Name | Last Price | % Chg |
Reliance | 2,383.95 | 1.2 |
TCS | 3,761.25 | 0.5 |
HDFC Bank | 1,497.70 | 2.5 |
Infosys | 1,737.50 | 1.22 |
ICICI Bank | 802.7 | 1.26 |
HUL | 2,277.05 | 0.55 |
SBI | 535.15 | 0.76 |
HDFC | 2,436.50 | 0.88 |
Bajaj Finance | 7,115.70 | 0.92 |
Bharti Airtel | 719.6 | 1.52 |
આ સ્ટોકમાં 10% થી વધુનો વધારો નોંધાયો |
|||
Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Change |
Safa Systems & Tech | 10 | 15.73 | 57.3 |
Adani Wilmar | 265.2 | 318.2 | 19.98 |
Shalibhadra Fin. | 139.9 | 167.85 | 19.98 |
Weizmann | 66.1 | 79.3 | 19.97 |
Ugar Sugar Works | 44.35 | 53.2 | 19.95 |
Saven Technologies L | 41.15 | 49.35 | 19.93 |
RMC Switchgears | 23.2 | 27.8 | 19.83 |
ICL Organic Dairy | 12 | 14.3 | 19.17 |
Naysaa Securities | 31.15 | 36.75 | 17.98 |
Deep Industries | 183.1 | 214.6 | 17.2 |
Jagran Prakashan | 69.1 | 80.6 | 16.64 |
Supra Pacific Manage | 27.85 | 31.8 | 14.18 |
GeeCee Ventures | 151.5 | 172.75 | 14.03 |
Ishan Dyes & Che | 138.5 | 156.35 | 12.89 |
Zuari Global | 157.8 | 177 | 12.17 |
Prithvi Exchange | 42.65 | 47.75 | 11.96 |
TV18 Broadcast | 62.2 | 69.4 | 11.58 |
Transpek Indus. | 2,009.80 | 2,231.00 | 11.01 |
Indian Sucrose L | 62.15 | 68.9 | 10.86 |
Tega Industries | 489.15 | 540.85 | 10.57 |
Ramky Infrastructure | 216.65 | 238.8 | 10.22 |
Delta Manufacturing | 83.5 | 91.85 | 10 |
MarathonNextgenRea | 100.05 | 110.05 | 10 |
સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું હતું. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 150 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાથી વધુ વધીને 57,808.58 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty Today ) પણ 25 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 17,239.20 પર બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 33 પોઈન્ટ ચઢીને 38028 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 19 શેરોમાં ખરીદારી અને 11 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 29 શેરોમાં ખરીદારી અને 21 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,130 રૂપિયા
Published On - 6:38 pm, Wed, 9 February 22