Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?

|

Feb 14, 2022 | 4:32 PM

આજના કારોબારમાં સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?

Follow us on

નબળા વૈશ્વિક સંકેત , રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે આજે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 56,405.84 −1,747.08 
NIFTY 16,842.80 −531.95 

રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન

કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. આજના કારોબારમાં સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે તે રૂ. 263.47 લાખ કરોડ હતો જે આજે રૂ. 255.11 લાખ કરોડ સુધી ગગડ્યું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

SENSEX  TOP LOSRS

Company Name Last Price Prev Close Change % Loss
Tata Steel 1,185.90 1,254.75 -68.85 -5.49
HDFC 2,297.25 2,426.60 -129.35 -5.33
SBI 501.8 529.3 -27.5 -5.2
ICICI Bank 753.65 791.05 -37.4 -4.73
IndusInd Bank 937.6 981.95 -44.35 -4.52

મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો

ભારતીય શેરબજાર(Stock Market)માં પ્રારંભિક કારોબાર(Opening Bell)માં કડાકો દેખાયો હતો. નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારે કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે કરી હતી. બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. SENSEX શુક્રવારે 773 પોઈન્ટ ઘટીને 58,152 ઉપર બંધ થયો હતો જે આજે મોટા ઘટાડા સાથે 56,720.32 ઉપર ખુલ્યો હતો. NIFTY ની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. આજે નિફટી 17,076.15 ની સપાટીએ ખુલ્યો હતો.

NIFTY  TOP LOSERS

Company Name Last Price Prev Close Change % Loss
JSW Steel 626.55 671.4 -44.85 -6.68
HDFC Life 557.3 595.35 -38.05 -6.39
ITC 219.45 232.45 -13 -5.59
Tata Motors 471.45 498.85 -27.4 -5.49
Tata Steel 1,186.85 1,254.45 -67.6 -5.39

764 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ

BSE માં 256 શેર અપર અને 764 લોઅર સર્કિટમાં રહ્યા હતા. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ચોક્કસ મર્યાદાથી આગળ ન તો ઘટી શકે છે અને ન તો વધી શકે છે. કુલ શેરમાંથી 2980 શેરો ઘટ્યા હતા અને 571 વધ્યા હતા. નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 3% ડાઉન રહ્યો જ્યારે મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ 4-4% થી વધુ નીચે રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 1 શેર વધ્યો છે જ્યારે 49 ફહત્યા છે. એક માત્ર ટીસીએસ વધ્યો છે.

 

શુક્રવારે ભારતીય  બજારમાં ઘટાડો નોંધાયો

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. અહીં મોંઘવારીનો દર 7.5% પર પહોંચી ગયો છે. 1 ફેબ્રુઆરી 1982 ના રોજ તે 7.6% પર હતો. યુએસ ફેડરલ રિઝર્વ માર્ચથી વ્યાજ દરમાં વધારો કરશે. ત્રીજું યુએસ પ્રમુખ જો બિડેને તેમના નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા માટે આહ્વાન કર્યું છે. એવી આશંકા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે.

 

આ પણ વાંચો : Share Market Crash : દેશના સૌથી મોટા કૌભાંડની અસર બજાર ઉપર પડી, Nifty Bank ઇન્ડેક્સ 1000 અંક તૂટ્યો

 

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1500 અંક પટકાયો તો Nifty 17000 નીચે સરક્યો

Published On - 4:26 pm, Mon, 14 February 22

Next Article