LIC IPO ઉપર રશિયા-યુક્રેનના સંકટનો ઓછાયો પડયો, IPO લોન્ચિંગ ડેટ લંબાવાઈ શકે છે

|

Mar 02, 2022 | 9:42 AM

સેબી સમક્ષ સબમિટ કરાયેલા દસ્તાવેજ અનુસાર LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ 30 સપ્ટેમ્બર 2021 અનુસાર છે. અત્યારે તેનું બજાર મૂલ્ય આપવામાં આવ્યું નથી.

LIC IPO ઉપર રશિયા-યુક્રેનના સંકટનો ઓછાયો પડયો, IPO લોન્ચિંગ ડેટ લંબાવાઈ શકે છે
LIC IPO

Follow us on

LIC IPO માટે રશિયા-યુક્રેનના સંકટ ચિંતાનો વિષય બની રહ્યો છે. સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO)ના લોન્ચિંગની સમયની સમીક્ષા(launching time review) કરી શકે છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે(fm nirmala sitharaman) IPOના સમયમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે LIC IPO પર પુનર્વિચાર થઈ શકે છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ સીતારમણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે આદર્શ રીતે હું તેની સાથે આગળ વધવા માંગુ છું કારણ કે અમે થોડા સમય માટે સંપૂર્ણ ભારતીય વિચારોને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું પરંતુ જો વૈશ્વિક કારણોસર મારે તેને જોવાની જરૂર હોય તો મને તેને ફરીથી જોવામાં કોઈ સમસ્યા નથી.

IPO અંગે સલાહ આપતા બેંકર્સે સરકારને યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે બજારની ઉથલપાથલને ધ્યાનમાં રાખીને સ્ટોક ઓફરનું લોન્ચિંગ મુલતવી રાખવાની સલાહ આપી છે. જો IPOમાં વિલંબ થાય છે તો તે આયોજિત ઑફર્સની વધતી જતી સૂચિને અટકાવશે કારણ કે યુદ્ધ જોખમી અસ્કયામતોમાં રોકાણ ઘટાડે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં IPO ટાળી શકે છે

જો સરકાર IPOના સમયની સમીક્ષા કરે છે તો વર્તમાન ફાઇનાન્સમાં LIC IPO આવવાની શક્યતા ઓછી છે. સરકારનો ઉદ્દેશ્ય 31 માર્ચ 2022 સુધી વર્ષ માટે બજેટ ખાધ ઘટાડવાનો છે. DRHP એટલે કે IPO પ્રસ્તાવ LIC વતી 13મી ફેબ્રુઆરીએ સેબી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આના દ્વારા સરકાર 60-63 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકે છે.

સેબી સમક્ષ સબમિટ કરાયેલા દસ્તાવેજ અનુસાર LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ 30 સપ્ટેમ્બર 2021 અનુસાર છે. અત્યારે તેનું બજાર મૂલ્ય આપવામાં આવ્યું નથી. બજારનું માનવું છે કે LICનું બજાર મૂલ્ય રૂ. 16 લાખ કરોડ હોઈ શકે છે.

LICમાં 20 ટકા FDIને મંજૂરી

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે આ IPOમાં વિદેશી રોકાણકારોને સામેલ કરવા FDI પોલિસીમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર હેઠળ એલઆઈસીના આઈપીઓના 20 ટકા સુધી ઓટોમેટિક રૂટ દ્વારા વિદેશી રોકાણ માટે મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Opening Bell : નબળાં વૈશ્વિક સંકેતના પગલે ઘટાડા સાથે કારોબારની શરૂઆત, Sensex 55629 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : Suez Canal માંથી પસાર થવા માલવાહક જહાજોએ વધુ કિંમત ચૂકવવી પડશે, ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકાનો વધારો કરાયો

Published On - 9:41 am, Wed, 2 March 22

Next Article