Share Market : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેતોથી વિપરીત ભારતીય શેરબજાર(Stock Market)માં મજબૂત શરૂઆત થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. નિફટી(Nifty) 0.17 ટકા અને સેન્સેક્સ(Sensex)0.31 ટકા વધારા સાથે ખુલ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 56,663.87 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ સપ્તાહના પહેલા દિવસે 56,486.02 ઉપર બંધ થયો હતો. સોમવારે સેન્સેક્સ 935 પોઈન્ટ અથવા 1.68% વધીને 56,486 પર બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 241 પોઈન્ટ અથવા 1.45% વધીને 16,871 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે નિફટી 16900.65 ઉપર ખુલ્યો હતો.
સોમવારે યુએસ બજારો ફરી ઘટ્યા હતા. સોમવારના ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે યુએસ બજારો લાલ નિશાનમાં બંધ થયા. ડાઉ જોન્સ ગઈકાલે સાંજે 450 પોઈન્ટ ઘટીને ફ્લેટ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે 250 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે આ ઈન્ડેક્સ 12581ના સ્તરે બંધ થયો છે. આ સિવાય FEDની બે દિવસીય બેઠક આજથી શરૂ થવા જઈ રહી છે. યુએસ માર્કેટની વાત કરીએ તો એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી અને ચીન તરફથી પુરવઠાની ચિંતાને કારણે Apple 2 ટકા ઘટ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ ઈન્ડેક્સ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો દર્શાવે છે.
14 માર્ચના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 176.52 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1098.62 કરોડનું રોકાણ કર્યું હતું.
સપ્તાહના પ્રથમ દિવસે આજે બજારમાં ખૂબ જ મજબૂતી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 935 પોઈન્ટ અથવા 1.68% વધીને 56,486 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 241 પોઈન્ટ અથવા 1.45% વધીને 16,871 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. બેંકિંગ ક્ષેત્રોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનો સ્ટોક 2 થી 3% વધ્યો છે. Paytm નો શેર 12% થી વધુ ઘટીને રૂ. 680 પર બંધ થયો હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંકે તેના પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો : LIC IPO : DPIIT એ ઓટોમેટિક રૂટ હેઠળ LICમાં 20 ટકા FDI સૂચિત કર્યું, જાણો ક્યારે આવી શકે છે IPO
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે તમારા શહેરમાં ઇંધણ સસ્તું થયું કે નહિ? જાણો અહેવાલ દ્વારા