શેરબજારમાં આજે પણ કડાકાની સ્થિતિ, SENSEX 1140 અંક તૂટ્યો, જાણો કોણ છે આજના Top Losers

|

Mar 02, 2022 | 12:47 PM

મંગળવારે શિવરાત્રીના તહેવારની રજાના કારણે શેરબજાર બંધ હતું. સોમવારના કારોબારમાં તેજી દેખાઈ હતી. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો.

શેરબજારમાં આજે પણ કડાકાની સ્થિતિ, SENSEX 1140 અંક તૂટ્યો, જાણો કોણ છે આજના Top Losers
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ કારોબારની શરૂઆત (Opening Bell)લાલ નિશાન નીચે દેખાઈ રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ 1 ટકાથી વધુના ઘટાડા સાથે કારોબારનો પ્રારંભ કર્યો છે. સોમવારે બજારમાં ખરીદારીના પગલે સેન્સેક્સ(Sensex) 388 પોઈન્ટ વધીને 56,247 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 135 પોઈન્ટ વધીને 16,793 પર બંધ થયો હતો. આજે 617 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ(Sensex Today) 55,629.30 ઉપર ખુલ્યો હતો. બીજીતરફ  નિફટી(Nifty Today)એ 200 અંકના ઘટાડા સાથે 16,593.10 ઉપર કારોબારની શરૂઆત કરી હતી.

શેરબજારની સ્થિતિ (12.40 PM)

SENSEX 55,106.51 −1,140.77 
NIFTY 16,507.70 −286.20 

વૈશ્વિક સંકેત નબળાં

રશિયા અને યુક્રેન વચ્ચે ચિંતાજનક સ્તરે પહોંચેલા યુદ્ધ(Russia-Ukraine crisis)ના અહેવાલોની વૈશ્વિક બજારો પર ગંભીર અસર જોવા મળી છે. અમેરિકી બજારોની વાત કરીએ તો આ બજારો મોટા નુકસાન સાથે તૂટ્યા છે. ડાઉ જોન્સ(Dow Jones)માં 500 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 1.76 ટકા ઘટીને 33294 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક(Nasdaq)માં પણ ઘટાડો છે. આ ઈન્ડેક્સમાં 218 પોઈન્ટ એટલે કે લગભગ 2% નો ઘટાડો નોંધાયો છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે 13532 ના સ્તર પર બંધ થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર એશિયન બજારો પર પણ પડી છે. એશિયન બજારની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. Nikkei 225 લગભગ 400 પોઈન્ટ નીચે છે.

NIFTY 50 TOP LOSERS

Company Name % Loss
Maruti Suzuki -5.69
Asian Paints -5.38
Dr Reddys Labs -4.73
ICICI Bank -4.36
HDFC Bank -4.05

FII-DII ડેટા

28 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 3948.47 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 4142.82 કરોડનું રોકાણ કર્યું હતું.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

કોમોડિટી બજારની સ્થિતિ

  • યુરોપિયન બજારો 2-4% લપસ્યા
  • ક્રૂડ ઓઇલમાં મોટો ઉછાળો
  • બ્રેન્ટ 11% ઉછળ્યો 107 ડોલરની ઉપર પહોંચ્યો
  • WTI પણ 105 ડોલર પર દેખાયું
  • સોનાના ભાવમાં પણ ઉછાળો
  • ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો

SENSEX TOP LOSRS

Company Name % Loss
Maruti Suzuki -5.89
Asian Paints -5.44
Dr Reddys Labs -4.96
ICICI Bank -4.46
HDFC Bank -4.2

સોમવારે તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો

મંગળવારે શિવરાત્રીના તહેવારની રજાના કારણે શેરબજાર બંધ હતું. સોમવારના કારોબારમાં તેજી દેખાઈ હતી. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 388 પોઈન્ટ વધીને 56,247 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 135 પોઈન્ટ વધીને 16,793 પર બંધ થયો હતો. શુક્રવારે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 250.07 લાખ કરોડ હતું જે સોમવારે રૂ. 252.36 લાખ કરોડ નોંધાયું હતું. સોમવારે સેન્સેક્સ 529 પોઈન્ટ ઘટીને 55,329 પર ખુલ્યો હતો. તે 56,324 નું ઉપલું સ્તર અને 54,833 નું નીચલું સ્તર બનાવ્યું. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 ઘટ્યા હતા.

આ પણ વાંચો : શેરબજારમાં ઉતાર – ચઢાવ છતાં નવા રોકાણકારોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, 3 મહિનામાં 1 કરોડ નવા Demat Account ખુલ્યા

 

આ પણ વાંચો :  ધનિકોની સંખ્યા મામલે ભારત વિશ્વના TOP -3 દેશોમાં સામેલ, દેશમાં 145 અબજોપતિ વસવાટ કરે છે

Published On - 9:17 am, Wed, 2 March 22

Next Article