Share Market : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે કારોબારની શરૂઆત (Opening Bell)લાલ નિશાન નીચે થઇ રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે ખુલ્યા છે. મંગળવારે સેન્સેક્સ(Sensex) 435.24 પોઈન્ટ્સ અથવા -0.72% ઘટીને 60,176.50 પર બંધ થયો હતો. આજે 360.79 અંકના ઘટાડા સાથે 59,815.71 ઉપર શરૂઆત થઇ છે. સેન્સેક્સમાં પ્રારંભિક
શેરબજારની છેલ્લી સ્થિતિ(9.20 AM ) |
||
SENSEX | 59,856.14 | −320.36 (0.53%) |
NIFTY | 17,870.25 | −87.15 (0.49%) |
SENSEX | NIFTY | ||
Open | 59,815.71 | Open | 17,842.75 |
Prev close | 60,176.50 | Prev close | 17,957.40 |
High | 59,874.62 | High | 17,878.40 |
Low | 59,694.64 | Low | 17,819.15 |
52-wk high | 62,245.43 | 52-wk high | 18,604.45 |
52-wk low | 47,204.50 | 52-wk low | 14,151.40 |
આજે વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. 2 દિવસથી અમેરિકન બજારોના ઉછાળા પર આજે બ્રેક લાગી છે. અર્થવ્યવસ્થાના વિકાસમાં મંદીના ભયને કારણે અમેરિકી બજારોમાં કરેક્શન જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ લગભગ 300 પોઈન્ટ તૂટ્યો અને નાસ્ડેકમાં 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક ઈન્ડેક્સ 328 પોઈન્ટ ઘટીને 14204 ના સ્તર પર બંધ થયો હતો. ગઈકાલના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ માર્કેટના આઈટી શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું જ્યારે દિગ્ગ્જ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. આજે એશિયન માર્કેટમાં SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ખુલ્યો હતો અને અહીં 116 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
6 એપ્રિલે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 પ્રતિ લિટર અને મુંબઈમાં એક લિટરની કિંમત 120.51 રૂપિયા થઈ ગઈ છે.
5 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 374.89 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 105.42 કરોડનું રોકાણ કર્યું હતું.
બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 435.24 પોઈન્ટ્સ (-0.72%) ઘટીને 60,176.50 પર જ્યારે નિફ્ટી 96 (0.53%) ઘટીને 17,957.40 પર બંધ રહ્યો હતો. બેન્ક અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મેટલ અને આઈટી ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 175 પોઈન્ટના વધારા સાથે 60,786 પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સે 60,786.07ની ઉપલી સપાટી અને 60,067.18ની નીચી સપાટી બનાવી છે. NSE નો નિફ્ટી પણ 27 પોઈન્ટના વધારા સાથે 18,080 પર ખુલ્યો હતો.
Published On - 9:20 am, Wed, 6 April 22