Opening Bell : શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, પ્રારંભિક કારોબારમાં Sensex 400 અંક ઉછળ્યો

|

Feb 23, 2022 | 9:31 AM

મંગળવારે સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ(Sensex)383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો.

Opening Bell : શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, પ્રારંભિક કારોબારમાં Sensex 400 અંક ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : ભારતીય શેરબજારના ઘટાડા ના દોર ઉપર આખરે બ્રેક લાગી છે. આજે મિશ્ર વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું (Opening Bell)છે.મંગળવારે સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ(Sensex)383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,194.50 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.28 AM)

SENSEX 57,702.88 +402.20 (0.70%)
NIFTY 17,217.80 +125.60 (0.73%)

વૈશ્વિક સંકેત મિશ્ર

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર યુએસ બજારો તૂટ્યા છે. રશિયા-યુક્રેન વિવાદને લઈને વૈશ્વિક બજારમાં મિશ્રા સંકેત જોવા રહ્યા છે. ડાઉ જોન્સમાં લગભગ 500 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 1.42 ટકા ઘટીને 33596 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક પણ લાલ નિશાન સાથે ટ્રેડ થયો હતો અને આ ઇન્ડેક્સમાં 166 પોઇન્ટ એટલે કે 1.23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સ 13381ના સ્તરે બંધ રહ્યો હતો. . S&P 500 ના તમામ 11 સેક્ટરમાં વેચાણ રહ્યું હતું. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ડેક્સ લગભગ 100 પોઈન્ટ ઉપર દેખાયો છે. આ ઉપરાંત રશિયન બજારો 1.5% વધીને બંધ થયા છે. જો કે આજે રશિયન બજારો બંધ રહેશે.

આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 100 પોઈન્ટનો વધારો દર્શાવે છે. આજે EMPEROR′S BIRTHDAY ના ચાલતા જાપાનના નિક્કઈ બંધ છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.70 ટકાની નબળાઈ દર્શાવે છે. તાઈવાનના બજાર 0.35 ટકા વધીને 18,031.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.54 ટકાના વધારા સાથે 23,646.95 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. કોસ્પી 0.19 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ શંઘાઈ કમ્પોઝિટ 0.30 ટકા વધીને 3,467.39 પર જોવા મળી રહ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આજે બજારમાં કારોબારને આ પરિબળ અસર કરશે

  • રશિયા પર યુએસ-યુકેના કડક પ્રતિબંધો
  • યુએસ માર્કેટ 1% ઘટ્યું તો ડાઉ 500 પોઈન્ટ ગગડ્યો
  • SGX નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં મજબૂતાઈ
  • બ્રેન્ટ ક્રૂડ 96 ડોલર સુધી પહોંચ્યું તો સોના-ચાંદી મોંઘા થયા

FII અને DII ડેટા

22 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3245.52 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 4108.58 કરોડનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો : શું હવે મતદાન નહિ કરનારના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવાશે? જાણો PIB Fact Check નો જવાબ

 

આ પણ વાંચો : LIC શેરબજારમાં સરકાર પછી સૌથી મોટી સ્ટેક હોલ્ડર, જાણો IPO પહેલા તેની આર્થિક સધ્ધરતા વિશે

Published On - 9:29 am, Wed, 23 February 22

Next Article