LIC IPO: રશિયા અને યુક્રેનનું વચ્ચેનું યુદ્ધ ( Russia Ukraine War) ના કારણે શેર બજાર ( Share Market) માં અસ્થિરતાના માહોલ દરમ્યાન દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો IPO ( LIC IPO) નવી નાણાંકીય વર્ષ 202-23 એપ્રિલના પ્રારંભમાં માં આવી શકે છે. પ્રથમ સરકાર એલઆઈસી આઈપીઓ માટે માર્ચ 2022 માં પણ આ જ યોજના બનાવી રહી છે. જોકે શેર માર્કેટમાં ઉતાર – ચઢાવના કારણે સરકાર જોખમ ઉઠવા માંગતી નથીઅગાઉ LIC IPO માટે રોકાયેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે પણ સરકારને LICના IPOમાં ઉતાવળ ન કરવાની સલાહ આપી છે.
શેરબજાર નિયામક સેબીએ LICના IPO માટે ફાઈલ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે. સરકાર SEBI સાથે LIC IPO ને ફાઈનલ કરવાની તૈયારી લગભગ પૂર્ણ કરી ચુકી છે.
એવું માનવામાં આવે છે કે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને લઈને રચાયેલા મંત્રીઓના જૂથની ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવી શકે છે જેમાં LIC IPO માટે શેરની કિંમત નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં શેરબજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને LICના IPOના સમય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
LIC IPO દ્વારા 8 અબજ ડોલર અથવા રૂ. 65,400 કરોડ એકત્ર કરી શકે છે. એવા સંકેતો છે કે શેર દીઠ રૂ. 2,000 થી રૂ. 2,100ની પ્રાઇસ બેન્ડ ( LIC IPO Price Band) નક્કી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે 1.58 કરોડ શેર LIC કર્મચારીઓ માટે આરક્ષિત હશે જે તેમને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ 1890ના ભાવે આપવામાં આવશે.તો પોલિસીધારક માટે પણ 316 કરોડ શેર 10 ડિસ્કાઉન્ટ સાથે 1890 રૂપિયાના ભાવે આપવામાં આવશે.
LIC IPO સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સેબીમાં ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે અમારી પાસે 12 મે સુધીનો IPO લાવવાનો સમય છે.” અમે ઉતાર – ચઢાવ પર નજર રાખીએ છીએ અને ટૂંક સમયમાંપ્રાઇસ રેન્જ સાથે RHP ફાઇલ કરીશું. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.
બજાર વધુ સ્થિર થવાની ધારણા છે એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પખવાડિયામાં બજારની વધઘટમાં ઘટાડો થયો હોવા છતાં બજાર વધુ સ્થિર થવાની અપેક્ષા રાખવામાં આવશે જેથી છૂટક રોકાણકારો સ્ટોકમાં રોકાણ કરવા માટે વિશ્વાસપૂર્વક બની શકે. LIC એ રિટેલ રોકાણકારો માટે તેના કુલ IPO કદના 35 ટકા સુધી અનામત રાખ્યું છે.