Share Market : મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં 6.4 લાખ કરોડનો વધારો થયો, શું રહ્યા તેજીના કારણ?

|

Feb 16, 2022 | 7:46 AM

મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 1736 પોઈન્ટ વધીને 58,142 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty) 507 પોઈન્ટના વધારા સાથે 17352 પર બંધ રહ્યો હતો.

Share Market : મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં 6.4 લાખ કરોડનો વધારો થયો, શું રહ્યા તેજીના કારણ?
શેરબજાર તેજી નોંધાવી બંધ થયું હતું

Follow us on

વિદેશી બજારોના સકારાત્મક સંકેતોની મદદથી શેરબજારે(Share Market) સોમવારના નુકસાનની ભરપાઈ(Stock Market today) કરી છે. મંગળવારના જબરદસ્ત ઉછાળા સાથે બજાર ફરી એકવાર 11 ફેબ્રુઆરીના સ્તર નજીક આવી ગયું છે. યુક્રેન તણાવના કારણે સંકટગ્રસ્ત બજારમાં સોમવારે 3 ટકાના ઘટાડા મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 1736 પોઈન્ટ વધીને 58,142 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty) 507 પોઈન્ટના વધારા સાથે 17352 પર બંધ રહ્યો હતો.

બજારમાં નોંધાયેલો આ વધારો છેલ્લા એક વર્ષમાં કોઈપણ એક દિવસે નોંધાયેલો સૌથી મોટો વધારો છે. કારોબારમાં માર્કેટમાં ચારે બાજુ વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના તમામ શેરો આજે ઊંચા મથાળે બંધ રહ્યા હતા. વોલેટિલિટી ઇન્ડેક્સમાં 10 ટકાનો ઘટાડો થયો છે કારણ કે યુક્રેન કટોકટીના ઉકેલની અપેક્ષાઓ વધી છે. મંગળવારના કારોબારમાં ઓટો અને બેંકિંગ સેક્ટરને સૌથી વધુ ફાયદો થયો છે.

બજારમાં તેજીના કારણ

યુક્રેનમાં તણાવ હળવો થવાના સંકેતોને પગલે બજારમાં ઉછાળો આવ્યો હતો. રશિયન સરકારે સંકેત આપ્યો છે કે યુક્રેન મુદ્દે યુરોપિયન દેશો સાથે સમજૂતી થઈ શકે છે. રશિયાના વિદેશ મંત્રીએ સંકેત આપ્યો છે કે તેમની સરકાર પશ્ચિમ સાથે કોઈ પણ પ્રકારની તકરાર વગર આ મુદ્દાને ઉકેલવા માંગે છે. રશિયા તરફથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે. સારા સંકેતો પછી રોકાણકારોએ સોમવારના ઘટાડા પછી બજારમાં ખરીદારી સાથે બજારમાં સારો વધારો જોવા મળ્યો છે. શેરબજારમાં મંગળવારનો વધારો એક વર્ષમાં સૌથી વધુ રહ્યો છે. આ સાથે જ રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં 6.4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6.4 લાખ કરોડનો વધારો થયો

મંગળવારે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ 261.8 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સોમવારના ઘટાડા સાથે બજાર મૂલ્ય ઘટીને રૂ. 255.42 લાખ કરોડ થયું હતું. એટલે કે મંગળવારે એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.38 લાખ કરોડનો વધારો થયો છે. મંગળવારે ટ્રેડ થયેલા 3464 શેરોમાંથી 2056 શેરો વધ્યા હતા. 272 શેરોમાં અપર સર્કિટ અને 418 શેરોમાં લોઅર સર્કિટ છે. 109 શેરો વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે જ્યારે 106 શેરો વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે.

આ પણ વાંચો :  Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો

 

આ પણ વાંચો : Gold Price Today : સોનુ 7 દિવસમાં 2200 રૂપિયા મોંઘુ થયું, અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 52000 નજીક પહોંચ્યો

Next Article