GIFT સિટીમાં નિર્મિત NSE ના પ્લેટફોર્મ દ્વારા ભારતીય રિટેલ રોકાણકાર હવે અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકશે

|

Mar 03, 2022 | 9:48 AM

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT)સિટી માં કાર્યરત નેશનલ સ્ટોક એક્સચેન્જનું પેટાકંપની એક્સચેન્જ આજે ગુરુવાર 3 માર્ચથી રોકાણકારો માટે યુએસ શેર ખરીદવા અને વેચવાનું સરળ બનાવશે.

GIFT સિટીમાં નિર્મિત NSE ના પ્લેટફોર્મ દ્વારા ભારતીય રિટેલ રોકાણકાર હવે  અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકશે
હવે અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકાશે

Follow us on

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT)સિટી માં કાર્યરત નેશનલ સ્ટોક એક્સચેન્જનું પેટાકંપની એક્સચેન્જ આજે ગુરુવાર 3 માર્ચથી રોકાણકારો માટે યુએસ શેર ખરીદવા અને વેચવાનું સરળ બનાવશે.NSE IFSC ને પસંદગીના અમેરિકન શેરોમાં ટ્રેડિંગ(Buy American Shares From India) શરૂ કરવાની પરવાનગી મળી છે. NSE IFSC વાસ્તવમાં NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ(NSE International Exchange) છે. તે NSE ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ગયા વર્ષે ઓગસ્ટમાં NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જે જાહેરાત કરી હતી કે NSE IFSC પ્લેટફોર્મ દ્વારા પસંદગીના યુએસ શેરોમાં ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે. રોકાણકારો આ પ્લેટફોર્મ દ્વારા યુએસ સ્ટોક્સ ખરીદી શકશે અને શેરના બદલામાં ડિપોઝિટરી રિસીટ જારી કરી શકશે.

આ પ્લેટફોર્મ પર 50 શેરોની રિસીટ ટ્રેડિંગની મંજૂરી છે. આમાંથી આઠ 3 માર્ચથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. આ શેરોમાં Alphabet Inc (Google), Amazon Inc, Tesla Inc, Meta Platforms (Facebook), Microsoft Corporation, Netflix, Apple અને Walmartનો સમાવેશ થાય છે. આ તમામ મોટા અને જાણીતા યુએસ સ્ટોક્સ છે.

અન્ય શેર માટે શું કરવું ?

બાકીના શેરોની ટ્રેડિંગ શરૂ થવાની તારીખ એક અલગ પરિપત્ર દ્વારા જણાવવામાં આવશે. આ પ્લેટફોર્મ પર યુએસ સ્ટોકના ટ્રેડિંગ, ક્લિયરિંગ, સેટલમેન્ટ અને હોલ્ડિંગની સમગ્ર પ્રક્રિયા IFSC ઓથોરિટીના નિયમનકારી માળખા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. ભારતીય રિટેલ રોકાણકારો NSE IFSC પ્લેટફોર્મ દ્વારા લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) મર્યાદા હેઠળ વેપાર કરી શકશે. LRS RBI દ્વારા આપવામાં આવે છે. NSE IFSC અનુસાર આ પ્લેટફોર્મ દ્વારા આંતરરાષ્ટ્રીય રોકાણ ઘણું સરળ બનશે અને તેમાં વધારે ખર્ચ પણ નહીં થાય. રોકાણકારોને આ પ્લેટફોર્મ પર આંશિક માત્રા(Fractional Quantities)માં રોકાણ કરવાની સુવિધા પણ મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને GIFT – ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જની સ્થાપના કરવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી છે.

આજથી ટ્રેડિંગનો પ્રારંભ થયો

એક્સચેન્જે NSE IFSC રિસીટની યાદી જાહેર કરી છે જેના માટે આજે ગુરુવાર, 03 માર્ચ, 2022 થી ટ્રેડિંગ શરૂ થશે. આ યાદીમાં આઠ યુએસ સ્ટોક્સ – આલ્ફાબેટ (ગૂગલ), એમેઝોન, ટેસ્લા, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક), માઇક્રોસોફ્ટ, એપલ, નેટફ્લિક્સ અને વોલમાર્ટનો સમાવેશ થાય છે. આ ઓફર બિનપ્રાયોજિત ડિપોઝિટરી રસીદોના સ્વરૂપમાં હશે.

આ ઉપરાંત Berkshire Hathway, Adobe, Mastercard, Johnson& Johnson અને Wells Fargo, સહિતના પસંદગીના યુએસ સ્ટોક્સ પરની બાકીની NSE IFSC રસીદો માટે, ટ્રેડિંગની શરૂઆતની તારીખ અલગ પરિપત્ર દ્વારા જણાવવામાં આવશે.

રોકાણકારો ગિફ્ટ સિટીમાં ખોલવામાં આવેલા તેમના પોતાના ડીમેટ એકાઉન્ટ્સમાં ડિપોઝિટરી રિસીટ મેળવી શકશે અને આ અંતર્ગત સ્ટોકને લગતા કોર્પોરેટ એક્શન લાભો મેળવવા માટે હકદાર હશે.

આ પણ વાંચો : Opening Bell : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં રિકવરી સાથે કારોબારની શરૂઆત, Sensex 55,921 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : EPFO : તમારા પછી PF ખાતામાં જમા નાણાં ઉપર કોનો હક? આ રીતે તમારો નોમિની રજીસ્ટર્ડ કરો

Published On - 9:47 am, Thu, 3 March 22

Next Article