LIC IPO : જો તમારી પાસે LIC ની પોલિસી છે તો તમને સસ્તામાં મળી શકે છે શેર, ચાલુ સપ્તાહે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ થશે

|

Feb 08, 2022 | 6:15 AM

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ગયા અઠવાડિયે સંકેત આપ્યો હતો કે આ અઠવાડિયે સરકારી વીમા કંપની દ્વારા DRHP ફાઇલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

LIC IPO : જો તમારી પાસે  LIC ની પોલિસી છે તો તમને સસ્તામાં મળી શકે છે શેર, ચાલુ સપ્તાહે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ થશે
LIC IPO

Follow us on

LIC IPO : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના IPOની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની આ અઠવાડિયે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાનું વિચારી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ LICના આગામી IPOમાં તેના પોલિસીધારકોને 5 ટકા ડિસ્કાઉન્ટ મળવાની અપેક્ષા છે. વધુમાં અહેવાલ મુજબ LIC 10 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરશે. આ સાથે રિટેઇલ બિડર્સ અને કર્મચારીઓને પ્રાઇસ બેન્ડ પર થોડી છૂટ મળવાની અપેક્ષા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ગયા અઠવાડિયે સંકેત આપ્યો હતો કે આ અઠવાડિયે સરકારી વીમા કંપની દ્વારા DRHP ફાઇલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરાઈ હતી

દેશની સૌથી મોટી વીમા કંપની LICની પ્રારંભિક જાહેર ભરણું(IPO) પૂર્ણ કરવા માટે સરકારે ગયા સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી હતી. તેમાં ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ અને નોમુરાનો સમાવેશ થાય છે. કાનૂની સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગલદાસનું નામ આપવામાં આવ્યું હતું.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

એલઆઈસીના ડિસઈન્વેસ્ટમેન્ટને ગયા વર્ષે જુલાઈમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મંજૂરી આપી હતી. તેને દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવે છે.

જીવન વીમા નિગમના મેગા IPOની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સરકાર તેની FDI નીતિમાં ફેરફાર કરી શકે છે. સરકાર આ ક્વાર્ટરમાં દરેક કિંમતે LIC IPO લાવવા માંગે છે. DPIIT સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રમાં એફડીઆઈ (ફોરેન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ) માટેની મર્યાદા 74 ટકા છે જોકે આ મર્યાદા જીવન વીમા નિગમને લાગુ પડતી નથી.

એક અખબારી અહેવાલ મુજબ જૈને જણાવ્યું કે વીમા ક્ષેત્ર માટે વર્તમાન FDI નીતિ જીવન વીમા નિગમની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં મદદ કરશે નહીં. આવી સ્થિતિમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં ફેરફાર કરવા પડશે. પોલિસીમાં જલ્દી ફેરફાર કરવાની જરૂર છે કારણ કે LICનો IPO તેના પર નિર્ભર છે.

FDI નિયમોમાં ફેરફાર કરવા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ (DFS) અને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ DIPAM સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે બે મહત્વની બેઠકો થઈ છે જે બાદ DPIIT, DFS, DIPAMની પરસ્પર સમજૂતી પણ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : Adani Wilmar IPO: 8 ફેબ્રુઆરીએ આઈપીઓનું લિસ્ટીંગ, GMPમાં ઘટાડાને કારણે કમાણીની આશા નહીવત

 

આ પણ વાંચો : Bank Results : ઈન્ડિયન બેંકનો નફો 34 % વધ્યો, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પ્રોફીટમાં 49 % નો વધારો

Next Article