Stock Market News : શેરબજારમાં તેજીનો માહોલ આજે થંભી ગયો, 63 હજારના સ્તરથી નીચે ગગડ્યો સેન્સેક્સનો પારો

|

Dec 02, 2022 | 12:18 PM

Stock Market Today : ગુરુવારે ભારતીય બજારો નવા રેકોર્ડ સ્તરે બંધ થયા છે. તે જ સમયે, વિદેશી બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ઘણા મોટા શેરોમાં વેચવાલી નોંધાઈ છે.

Stock Market News : શેરબજારમાં તેજીનો માહોલ આજે થંભી ગયો, 63 હજારના સ્તરથી નીચે ગગડ્યો સેન્સેક્સનો પારો
Stock Market

Follow us on

શેરબજારમાં સતત 8 દિવસથી ચાલી રહેલો તેજીનો માહોલ આજે થંભી ગયો હોય તેમ જણાય છે. શરૂઆતી કારોબારમાં બજારમાં પ્રોફિટ બુકિંગ તો રહ્યો પરંતુ માર્કેટ 63 હજારના સ્તરથી નીચે ગબડ્યુ હતું. અને માર્કેટની આ સ્થિતી વિદેશી સંકેતો મહત્વપૂર્ણ છે. વિદેશી બજારોમાં નબળાઈને જોતા આજે સ્થાનિક બજારોમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો હતો. આઈટી કંપનીઓ દ્વારા પ્રોફિટ-બુકિંગથી મુખ્ય સૂચકાંકો પર દબાણ જોવા મળે છે. યુએસ માર્કેટ પાછલા ગઇ કાલે નુકસાન સાથે બંધ થયા છે. બીજી તરફ, ગુરુવારે ભારતીય બજારોએ રેકોર્ડ બંધ સ્તર નોંધાવ્યું હતું.

શું છે શરૂઆતની સ્થિતી

ટ્રેડિંગના પ્રથમ કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 62900ની સપાટીથી નીચે સરકી ગયો છે. બીજી તરફ નિફ્ટીએ પણ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 18700ની સપાટી તોડી છે. સેક્ટરની કામગીરી મિશ્ર રહી. સરકારી બેંકો, મીડિયા અને મેટલ સેક્ટરમાં ખરીદી નોંધાઈ છે. બીજી તરફ બેન્કિંગ, ઓટો અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરના શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સામેલ અડધાથી વધુ શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આઈટી અને બેન્કિંગ સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં દબાણ છે. TCS, Infosys, ICICI બેન્ક અને HDFC બેન્ક 1.2 થી 0.8 ટકા ઘટ્યા હતા. રિલાયન્સમાં મર્યાદિત લાભને કારણે બજારનું થોડું નુકસાન પણ વસૂલ કરવામાં આવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિદેશી બજારોના સંકેત શું છે

હાલમાં વિદેશી બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે, સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે અમેરિકન બજારો પણ નુકસાન સાથે કારોબાર કરી રહ્યા છે. ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જોકે ભાવ હજુ પણ પ્રતિ બેરલ $90ના સ્તરથી નીચે છે. આ સંકેતોની સાથે સ્થાનિક બજારો નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ જ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. અત્યારે રિઝર્વ બેન્કની પોલિસી રિવ્યુ આવતા સપ્તાહે જાહેર થનારી બજાર દ્વારા જોવામાં આવી રહી છે.

Next Article