Closing Bell : શેરબજાર જબરદસ્ત તેજી નોંધાવી બંધ થયા, Sensex 60611 પર અને Nifty એ 2.17 ટકા વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો

|

Apr 04, 2022 | 4:34 PM

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડ સાથે મર્જ થશે. આ ડીલ સાથે HDFC લિમિટેડના શેરધારકોને 25 શેર માટે બેંકના 42 શેર મળશે.

Closing Bell : શેરબજાર જબરદસ્ત તેજી નોંધાવી બંધ થયા, Sensex 60611 પર અને Nifty એ  2.17 ટકા વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો
મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ થયો

Follow us on

Closing Bell : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)માં સોમવારે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 1292.33 પોઈન્ટ અથવા 2.18% ના વધારા સાથે 60,569.02 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી(Nifty Today) 382 અથવા 2.17% ના ઉછાળા સાથે 18,053 પર બંધ રહ્યો હતો. બેંક, ફાઇનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. રિયલ્ટી અને આઈટી ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 488 પોઈન્ટના વધારા સાથે 59,764 પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સે 60,845ની ઊંચી અને 59,760ની નીચી સપાટી બનાવી છે. NSE નો નિફ્ટી પણ 139 પોઈન્ટના વધારા સાથે 17,809 પર ખુલ્યો હતો. એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સના શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ

SENSEX 60,611.74 +1,335.05 (2.25%)
NIFTY 18,053.40 +382.95 (2.17%)

 

SENSEX

NIFTY

Open 59,764.13 Open 17,809.10
Prev close 59,276.69 Prev close 17,670.45
High 60,845.10 High 18,114.65
Low 59,760.22 Low 17,791.40
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 47,204.50 52-wk low 14,151.40

બેંક અને ફાયનાન્શીયલ સર્વિસીસમાં 4% થી વધુ વધારો

આજે નિફ્ટીના તમામ 11 ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. નિફ્ટી બેંક (4%) અને ફાઇનાન્શિયલ સર્વિસિસ (4.64%) સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ ઓટોમાં 1.19% અને IT ઈન્ડેક્સ (0.27%) સાથે વધારો જોવા મળ્યો હતો. પ્રાઈવેટ બેંક 3.92% વધી હતી. રિયલ્ટી ઇન્ડેક્સ 0.34% વધ્યો તો બીજી બાજુ મીડિયા 1.41% અને એફએમસીજી ઇન્ડેક્સ 1.31% ના વધારા સાથે બંધ થયું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ શેર્સમાં 15% કરતા વધુ વધારો નોંધાયો

Company Price (Rs) Gain (%)
SML Isuzu Ltd. 707.2 20
Zuari Agro Chemicals 165.9 20
Summit Securities 724.55 20
Gandhi Special 422.4 20
Shine Fashions 58.8 20
Genus Paper & Boards 18.48 20
Sagarsoft (India) 208.85 19.99
Hitech Corporation 291.7 19.99
BCPL Railway Infrast 48.65 19.98
Sanco Trans 782.1 19.98
Indbank Merchant 27.95 19.96
Ultracab (India) Ltd 31.25 19.96
Vineet Laboratories 68.2 19.96
Umang Dairies Ltd. 75.8 19.94
Pritish Nandy Comm. 57.15 19.94
Godrej Agrovet L 547.5 19.26
The Hi-Tech Gears 257.5 18.83
Svaraj Trd & Age 10.94 18.66
Dhampure Specialty S 47 17.35
PTC India Financial 19.85 17.11
PBM Polytex 160.3 16.75
Jagan Lamps 72 16.13
Cords Cable Industri 61 16.08
Nalwa Sons Investmen 1,977.45 15.43
NGL Fine-Chem Li 2,377.30 15.37

 

HDFC અને HDFC બેંક મર્જ થશે

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડ સાથે મર્જ થશે. આ ડીલ સાથે HDFC લિમિટેડના શેરધારકોને 25 શેર માટે બેંકના 42 શેર મળશે. HDFC લિમિટેડના હાલના શેરધારકો HDFC બેંકનો 41% હિસ્સો ધરાવે છે. આ જાહેરાત પછી, HDFC બેન્કના શેર 10% વધ્યા, જ્યારે HDFC લિમિટેડ 13% વધ્યા.

NIFTY 50 TOP GAINER

Company Name Last Price Prev Close Change % Gain
HDFC Bank 1,656.80 1,506.00 150.8 10.01
HDFC 2,680.05 2,452.30 227.75 9.29
Adani Ports 818.55 785.75 32.8 4.17
HDFC Life 571.8 550.35 21.45 3.9
Kotak Mahindra 1,836.05 1,776.65 59.4 3.34

ગયા અઠવાડિયે લગભગ 3% નો વધારો

ગયા અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 3%ના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. ક્રૂડના ભાવમાં નરમાશથી બજારને સપોર્ટ મળ્યો હતો. ગયા અઠવાડિયે, BSE સેન્સેક્સ 1914.49 પોઈન્ટ્સ અથવા 3.33% ના વધારા સાથે 59,276.69 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 517.45 પોઈન્ટ અથવા 3.01 ટકાના વધારા સાથે 17,670.45 પર બંધ થયો હતો.

 

 

આ પણ વાંચો :  HDFC નું HDFC બેંકમાં મર્જર થશે, બંને શેર 10 ટકાથી વધુ ઉછળ્યા, જાણો શેરધારકોને શું થશે લાભ

આ પણ વાંચો : ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Published On - 4:32 pm, Mon, 4 April 22

Next Article