LIC IPO સંબંધિત તમામ વિગતો ટૂંક સમયમાં જાણી શકાશે, સોમવારે SEBI પાસેથી મંજૂરીના અણસાર

|

Mar 06, 2022 | 10:06 AM

સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો અથવા લગભગ 31.6 કરોડ શેર વેચશે. જ્યારે એલઆઈસીના આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર સબમિટ કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્તરે જણાવવામાં આવ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં 31 માર્ચ પહેલા આઈપીઓ લોન્ચ કરવા માંગે છે.

LIC IPO સંબંધિત તમામ વિગતો ટૂંક સમયમાં જાણી શકાશે, સોમવારે SEBI પાસેથી મંજૂરીના અણસાર
LIC IPO

Follow us on

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સંબંધિત પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPO માટે સબમિટ કરાયેલા ડ્રાફ્ટ પેપરને સોમવારે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ પેપર મંજૂર થયાના થોડા દિવસો બાદ જ સરકાર રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ (RHP) સેબીને સબમિટ કરી શકે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સેબીના તમામ પ્રશ્નોના જવાબ વહેલી તકે આપવાનો પ્રયાસ કરશે. તે પછી બજારની અસ્થિરતા અને અન્ય પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી RHP સબમિટ કરવા માટે આગળ વધશે.

ટૂંક સમયમાં તમામ વિગતો જાણવા મળશે

સરકાર LICના RHPમાં IPOની લોન્ચિંગ તારીખની જાહેરાત કરી શકે છે. આ સિવાય તેના LICના IPOનું કદ, શેરની પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો પણ આપવામાં આવશે. LIC એ 13 ફેબ્રુઆરીએ IPO માટે ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

યુદ્ધને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ

સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો અથવા લગભગ 31.6 કરોડ શેર વેચશે. જ્યારે એલઆઈસીના આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર સબમિટ કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્તરે જણાવવામાં આવ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં 31 માર્ચ પહેલા આઈપીઓ લોન્ચ કરવા માંગે છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજારો તૂટ્યા છે અને રોકાણકારો બજારમાંથી પાછા હટી ગયા છે. આ કિસ્સામાં સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા મર્ચન્ટ બેન્કર્સે આ IPOને એકથી બે મહિના માટે સ્થગિત કરવાની સલાહ આપી છે.

આશરે રૂ. 65,000 થી 70,000 કરોડ એકત્ર કરવાની તૈયારી

LICનો IPO ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. સરકાર આ IPO દ્વારા આશરે રૂ. 65,000 થી 70,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ કિસ્સામાં, આ IPOની સફળતા માટે તમામ પ્રકારના રોકાણકારોના સંપૂર્ણ સમર્થનની જરૂર પડશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર LICના IPO અંગે કોઈપણ નિર્ણય રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને લેશે. તેમણે કહ્યું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICનો IPO લાવવા માંગે છે પરંતુ હાલમાં કેટલીક અણધારી ઘટનાઓ બની રહી છે. અમે બજાર પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

 

 

આ પણ વાંચો : LIC પોલિસીધારકો માટે અગત્યના સમાચાર, 25 માર્ચ સુધીમાં પતાવીલો આ કામ નહીંતર અટવાઈ જશે પૈસા

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે

Published On - 10:06 am, Sun, 6 March 22

Next Article