Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:29 AM

દેશની અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(oil marketing companies)એ આજે 6 માર્ચ રવિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 123 દિવસ થઈ ગયા છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ભડકે બળી રહી છે. ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવ જે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 70 ડોલરની નીચે હતા તે આ વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં 120 ડોલર પ્રતિ બેરલની નજીક આવી ગયા છે. માત્ર 3 મહિનામાં જ કાચા તેલની કિંમતમાં લગભગ 50 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. આજે રવિવાર 6 માર્ચ 2022 ના રોજ ક્રૂડ ઓઈલના ભાવ 118.1 ડોલર પ્રતિ બેરલ છે.

જેમ જેમ ક્રૂડ ઓઈલ મોંઘુ થાય છે તેમ સેંકડો વસ્તુઓ મોંઘી થતી જાય છે

ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો માત્ર સરકારો માટે જ નહીં પરંતુ આપણા બધા માટે એક મોટો માથાનો દુખાવો બની રહ્યો છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવની સીધી અસર રોજબરોજની સેંકડો વસ્તુઓની કિંમતો પર પડે છે. જેનો અર્થ છે કે જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો આપણા રોજિંદા ઉપયોગમાં આવતી સેંકડો વસ્તુઓ પણ મોંઘી થઈ જશે.

ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે

જાણકારોનું કહેવું છે કે દેશના 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણી બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે. હકીકતમાં ચૂંટણીના કારણે ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નથી તો બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે. તેથી 7 માર્ચે યુપી ચૂંટણીના છેલ્લા તબક્કા પછી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે. નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 થી 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ શકે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત

આ પણ વાંચો : એપ્રિલથી વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારાના મળી રહ્યા છે સંકેત, જાણો કેટલો મોંઘો થશે વીમો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">