MARKET WATCH: પ્રારંભિક સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Jan 25, 2021 | 9:42 AM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET )માં પણ પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. શરૂઆતી કોરોબારમાં SENSEX ૨૦૦ અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

MARKET WATCH: પ્રારંભિક સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
Stock Update

Follow us on

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET )માં પણ પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. શરૂઆતી કોરોબારમાં SENSEX ૨૦૦ અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. બજારના સારા સંકેત વચ્ચે રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.

GRASIM
કંપની પેઇન્ટ બિઝનેસમાં પ્રવેશ કરશે. આ માટે કંપની આગામી 3 વર્ષમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

UltraTech Cement
અલ્ટ્રાટેક સિમેન્ટે તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વધીને રૂ.1,584 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ.711 કરોડ હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

TATA MOTORS
કંપનીએ વાહનોના ભાવમાં 26000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીએ વાહનોના ભાવમાં વધારો કર્યો છે.

POLYCAB
વાર્ષિક ધોરણે, નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 218 કરોડ રૂપિયાથી વધીને 262 કરોડ થયો છે, જ્યારે આ ક્વાર્ટરમાં કંપનીની આવક 2507 કરોડ રૂપિયાથી વધીને 2798 કરોડ રૂપિયા થઈ છે. કંપનીની અન્ય આવક 0.34 કરોડ રૂપિયાથી વધીને 34.4 કરોડ રૂપિયા થઈ છે.

BIRLA CORP
વાર્ષિક ધોરણે, નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 81.4 કરોડથી વધીને રૂ. 148.4 કરોડ થયો છે જ્યારે ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ .1715 કરોડથી વધીને 1776 કરોડ રૂપિયા થઈ છે.

CADILA
થાઇરોઇડ દવાને યુએસએફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. થાઇરોઇડ દવા માટે અમદાવાદમાં યુનિટમાં બનાવવામાં આવશે.

TATA POWER
કંપનીને એનટીપીસી તરફથી 1200 કરોડનો ઇપીસી ઓર્ડર મળ્યો છે. સોલાર પીવી પ્રોજેક્ટ માટે કંપનીને આ ઓર્ડર મળ્યો છે.

NCL INDUSTRIES
2000 ટીપીડીનું સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપિત થયેલ છે.આ પગલું વિકાસ સાથે જોવામાં આવી રહ્યું છે.

Next Article