Market Update: ત્રણ દિવસની તેજી બાદ બજારનો પારો ગગડ્યો, IT અને પાવર શેરો પર દબાણ વધ્યુ

|

Jun 28, 2022 | 11:58 AM

Share Market Updates : ત્રણ દિવસની તેજી બાદ આજે બજાર ડાઉન છે. એવું લાગે છે કે રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC અને ડૉ. રેડ્ડી જેવા શેરમાં તેજી છે. બીજી તરફ ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

Market Update: ત્રણ દિવસની તેજી બાદ બજારનો પારો ગગડ્યો, IT અને પાવર શેરો પર દબાણ વધ્યુ
Stock Market Updates

Follow us on

શેરબજારમાં આજે ત્રણ દિવસની તેજી પર પૂર્ણવિરામ આવી ગયું હતું અને આજે શેરબજાર (Share market updates) ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સવારે સેન્સેક્સ (Sensex) 315 પૉઇન્ટ ઘટીને 52846ના સ્તરે અને નિફ્ટી 75 પૉઇન્ટના ઘટાડા સાથે 15757ના સ્તરે ખૂલ્યો હતો. નિફ્ટી બેંકમાં 233 પોઈન્ટ અને મિડકેપમાં 93 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC અને ડૉ. રેડ્ડી જેવા શેરમાં તેજી છે. બીજી તરફ ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજે ડોલર સામે રૂપિયો 78.51 ના રેકોર્ડ નીચા સ્તરે ખુલ્યો હતો. સોમવારે તે 78.34 ના સ્તર પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 78.59ના સ્તરે સરકી ગયો હતો, જે એક નવો રેકોર્ડ છે.

બજારના ઘટાડા અંગે જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે બજાર આર્થિક વિકાસ દર અને મંદી બંનેને અનુભવી રહ્યું છે. મહત્વના આર્થિક ડેટાના આધારે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારા અંગે નિર્ણય લેશે. જો મોંઘવારીથી રાહત મળશે તો વ્યાજ દરમાં વધારો ઓછો થશે. જો ડેટા સપોર્ટિવ નહીં હોય તો વ્યાજ દરમાં વધારો ઝડપી થશે.

ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જ કેપ શેરોમાં ધીમે ધીમે રોકાણ કરો

કોમોડિટીમાં ધાતુના ભાવમાં ઘટાડો એ સકારાત્મક સંકેત છે. તે જ સમયે, કાચા તેલમાં વધારો એ નકારાત્મક સંકેત છે. જ્યારે પણ બજારમાં તેજી આવશે ત્યારે વિદેશી રોકાણકારો મોટા સ્તરે નફો એકત્રિત કરશે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ડાઉનસાઇડ પર ખરીદી કરવાની નીતિ ટાળવી જોઈએ. જોખમ પુરસ્કાર વધારે છે, ખાસ કરીને મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં. જો તમે શેરોમાં રોકાણ કરવા માંગતા હો, તો ધીમે ધીમે ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જ કેપ શેરોમાં તબક્કાવાર રોકાણ કરો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ખરીદીની સલાહ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય બ્રાન્ડને નવા અવતારમાં લોન્ચ કરી છે. સ્કોર્પિયો-એન વિશે સારી એવી ચર્ચા છે. આ પ્રોડક્ટ લોન્ચ થયા બાદ બ્રોકરેજ દ્વારા આ શેરમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. નોમુરાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે 1308 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. CLSAએ આ માટે 1356 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેપી મોર્ગને આ માટે 1198 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 1118 રૂપિયાના સ્તરે છે. આ શેરે અદ્ભુત પ્રદર્શન દર્શાવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોક 12 ટકા, એક મહિનામાં 17 ટકા, ત્રણ મહિનામાં 45 ટકા વધ્યો છે.

Next Article