LPG Cylinder Price: કમરતોડ મોંઘવારી, હવે LPG સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Apr 01, 2022 | 7:36 AM

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

LPG Cylinder Price: કમરતોડ મોંઘવારી, હવે LPG  સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
LPG Cylinder Price

Follow us on

LPG Cylinder Price:  આજે 1લી એપ્રિલ 2022 છે અને આજથી નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે. પહેલી એપ્રિલે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો(LPG Gas Cylinder) જાહેર કરવામાં આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 1 એપ્રિલના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે ગયા મહિને 22 માર્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો હતો.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો ન થતાં સામાન્ય માણસને થોડી રાહત મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા છે. સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત 965.50 રૂપિયા છે.

આજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો

  • દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે.
  • દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 249.50 રૂપિયા વધીને 2,253 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2,003.50 રૂપિયા હતી.
  • કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 264.50 રૂપિયા વધીને 2351.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2,087 રૂપિયા હતી.
  • મુંબઈમાં કોમર્શિયલ ગેસ રૂ. 2,205 થયો હતો. પહેલા તેની કિંમત 1,995 રૂપિયા હતી.
  • ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સૌથી વધુ 268.50 રૂપિયાનો વધારો થયો છે. અહીં કિંમત વધીને 2,406 રૂપિયા થઈ ગઈ. પહેલા તેની કિંમત 2137.5 રૂપિયા હતી.

એટીએફના ભાવમાં સતત સાતમો વધારો

એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારા ઉપરાંત એર ફ્યુઅલના ભાવમાં પણ વધારો થયો છે. 1 એપ્રિલે જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમત 2 ટકા વધારીને 1,12,925/કિલોલીટર કરવામાં આવી છે. અગાઉ તે 1,10,666 રૂપિયા પ્રતિ કિલોલીટર હતો. નવા દરો 15 એપ્રિલ, 2022 સુધી લાગુ રહેશે. છેલ્લા પખવાડિયાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કની સરેરાશ કિંમતના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે જેટ ફ્યુઅલના ભાવમાં સુધારો કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

એલપીજીની કિંમત અહીં તપાસો

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

 

 

આ પણ વાંચો : Saregama India ના ડિમર્જરને મંજૂરી મહોર બાદ આ Multibagger Stock માં અપર સર્કિટ લાગી, જાણો રોકાણકારો માટે શું છે સલાહ

આ પણ વાંચો : મોંઘવારી બગાડી શકે છે તમારા રસોડાનું બજેટ, સરકાર નેચરલ ગેસના ભાવ બમણા કરે તો આંચકો ન અનુભવતા

Next Article