Gujarati NewsBusinessLPG Connection: Now you can get LPG connection only by showing Aadhaar card
LPG Connection : હવે માત્ર આધાર કાર્ડ બતાવવાથી મળશે LPG કનેક્શન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
આ સુવિધા વિશે માહિતી આપતા ઈન્ડેને કહ્યું છે કે, ‘કોઈપણ વ્યક્તિ આધાર બતાવીને નવું LPG કનેક્શન લઈ શકે છે.
આજે LPG Gas Cylinder ના નવા ભાવ જાહેર થશે
Follow us on
LPG ગેસ યુઝર્સ માટે અગત્યના સમાચાર આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)ના ઈન્ડેન ગ્રાહકોને મોટી સુવિધા આપી રહી છે. હવે કોઈપણ ગ્રાહક પોતાનું આધાર કાર્ડ બતાવીને તરત જ એલપીજી કનેક્શન લઈ શકશે. હવે તમારે ગેસ કનેક્શન માટે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે.
ગ્રાહકોને મોટી રાહત
કંપનીની આ જાહેરાત બાદ નવા શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડર લેનારાઓ માટે આ એક મોટી સુવિધા હશે. વાસ્તવમાં ગેસ કંપનીઓ નવા કનેક્શન આપવા માટે અનેક પ્રકારના દસ્તાવેજો માંગે છે. ખાસ કરીને એડ્રેસ પ્રૂફ આપવો જરૂરી છે. શહેરોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પાસે એડ્રેસ પ્રૂફ મળતી નથી જેના કારણે તેમને એલપીજી કનેક્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આવા ગ્રાહકો હવે સરળતાથી ગેસ સિલિન્ડર મેળવી શકશે.
આધાર બતાવીને નવું LPG કનેક્શન લઈ શકાશે
આ સુવિધા વિશે માહિતી આપતા ઈન્ડેને કહ્યું છે કે, ‘કોઈપણ વ્યક્તિ આધાર બતાવીને નવું LPG કનેક્શન લઈ શકે છે. તેને શરૂઆતમાં બિન-સબસિડી કનેક્શન આપવામાં આવશે. ગ્રાહક બાદમાં એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકે છે. આ પુરાવા જમા કરાવતાની સાથે જ સિલિન્ડર પર સબસિડીનો લાભ પણ મળી જશે. એટલે કે જે કનેક્શન આધાર અને એડ્રેસ પ્રૂફ સાથે લેવામાં આવશે, તે સરકારી સબસિડીના લાભ હેઠળ આવશે. જો કોઈ ગ્રાહક જલ્દી કનેક્શન મેળવવા માંગે છે અને તેની પાસે એડ્રેસ પ્રૂફ નથી, તો તે આધાર નંબર દ્વારા તરત જ આ સુવિધાનો હકદાર બનશે.